Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રીટી જિંટા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓથી ખુશ

કિંગ્સ 11 પંજાબની માલિક પ્રીટીને જુનિયર ખેલાડીઓ પસંદ નથી

પ્રીટી જિંટા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓથી ખુશ

એજન્સી

PTIPTI

કિંગ્સ 11 પંજાબની માલિક અને બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રીટી જિંટા પોતાની ટીમના ઓસ્‍ટ્રેલિયન ખેલાડીઓના જેવાકે બ્રેટ લી, સીમોન કેટીચ, જેમ્‍સ હોપ્‍સના કાર્યથી ખુબ જ ખુશ છે. પરંતુ આ ખેલાડીઓ પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે ત્યારે પ્રીટીને આનો કોઈ રંજ નથી. તેણે આ ખેલાડીઓને વિદાય આપવા માટે એક ફેરવેલ પાર્ટી પણ આપી હતી. જ્યારે તેમની જ ટીમના જુનિયર ખેલાડી સાથે પ્રીટીનો તાલમેલ બેસતો નથી. સૌથી વધુ 29 ખેલાડીની ટીમ ગણાતી કિંગ્સ ઇલેવન હવે 20ની થઇ ગઇ છે.

પ્રીટીની ટીમનું નેતૃત્‍વ યુવરાજ સિંહ સંભાળે છે. પ્રીટીની ટીમે 5મી મેના રોજ બેંગ્‍લોરની ટીમ સામે સળંગ પાચમો વિજય મેળવ્‍યો હતો. દિલ્‍હી સામે જીત મેળવ્‍યાં બાદ પ્રીટીએ આ પ્રાટીનું આયોજન કર્યુ હતું જેમાં તેણે દિલ્‍હીની ટીમને પણ આમંત્રિત કરી હતી અને કેટલાક ખેલાડીઓ પ્રીટીની આ પાર્ટીમાં ગયા પણ હતાં.
webdunia
PTIPTI

આ પાર્ટીમાં પ્રીટીએ મન ભરીને ડાંસ કર્યો હતો. પાર્ટી સવારના ચાર વાગ્‍યાં સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્‍યાં મુજબ પ્રીટીએ તેની ટીમ માટે કર્યુ તો ખેલાડીઓ પણ પછી કઈ બાકી રહે ખરા? બ્રેટ લીએ પ્રીટી માટે પાર્ટીમાં એક ગીત પણ ગાયુ હતું. પ્રીટીના માટે ટીમ જીતે કે હારે તે વધુ મહત્‍વનું નથી કારણ કે ટીમ હારે કે જીતે પાર્ટી તો રોજ રાત્રે થતી જ હોય છે.

જ્યારે વિવાદસ્પદ પંજાબ કિંગ્સ ઇલેવન ટીમની માલિક પ્રીટી જિંટાને ટીમના ભારતીય જુનિયર ખેલાડીઓ સાથે તાલમેલ બેસતો લાગતો નથી. અગાઉ જુનિયર ક્રિકેટરોના હોટેલ બદલી નાખનારી જિંટાએ આઇપીએલમાં રમી રહેલી પંજાબની ટીમના ચાર જુનિયર તથા એક સિનિયર ખેલાડીને પરત મોકલી દીધા છે.

પંજાબની ટીમે અજિતેશ આર્ગલ, યશ ગાંધી, ઋષિ ધવન, સાહિલ કુકરેજા અને પંજાબની રણજી ટીમના સુકાની પંકજ ધર્માણીને પાછા મોકલી દેવાનો નિણર્ય લીધો હતો. આઇપીએલની હરાજી વખતે પંજાબ પાસે 29 ખેલાડી હતા. આમ આ ટીમ સૌથી લાંબી યાદી ધરાવતી હતી. હવે ખેલાડીઓને સાથે રાખવાથી વધી જતો ખર્ચ ટીમ મેનેજમેન્‍ટને ખટકતો હતો અને તેથી 29 ખેલાડીની યાદી ટૂંકાવીને 20ની કરી દેવાઇ હતી. બાકીના ખેલાડીને પરત મોકલી દેવાયા હતા.

જોકે જે ખેલાડીઓને પરત મોકલી દેવામાં આવ્‍યા છે તેમને પણ તેમના કરારની રકમ પૂરેપૂરી મળશે. જુનિયર ખેલાડીને ઓછામાં ઓછા 12 લાખ રૂપિયા મળશે. આઇપીએલમાં ભાગ લઇ રહેલી બાકીની ટીમોએ તેમના જુનિયર ખેલાડી સાથે આ પ્રકારનો વ્‍યવહાર કર્યો નથી. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાને તેની ટીમના જુનિયર ખેલાડીઓને છેક સુધી સાથે રાખવાનો નિણર્ય લીધો છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, યુવરાજસિંઘની પંજાબની કિંગ્‍સ ઇલેવને સોમવારે ફરીથી શાનદાર રમત દાખવીને બેંગ્લોરની ટીમ સામે છ વિકેટથી વિજય હાંસલ કર્યો હતો. આમ, આ ટૂર્નામેંટમાં પંજાબનો આ સળંગ પાંચમો વિજય હતો. 27મી એપ્રિલે રાજસ્‍થાન સામે હાર્યા બાદ પંજાબની ટીમ એકેય મેચ હારી નથી. આ સાથે પોઇન્‍ટ ટેબલમાં પણ પંજાબ દસ પોઇંટ સાથે રાજસ્‍થાનની લગોલગ આવી ગઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati