રાજસ્થાનની 6 વિકેટે આસાન જીત
કલકત્તા સેમીફાઈનલની દોડમાંથી બહાર
'મેન ઓફ ધ મેચ' યૂસુફ પઠાનના ઝડપી અણનમ 48 રન (18 બોલ, 5 ચોક્કા, 3 છક્કા) સિવાય મોહમ્મદ કેફના ઉપયોગી અણનમ 34 રનને કારણે રાજસ્થાન રોયલેસે આઈપીએલમાં મેજબાન કલકત્તા નાઈટ રાઈડર્સને 6 વિકેટે કચડી નાખ્યુ. પઠાન અને કેફે પાંચમી વિકેટની ભાગીદારીમાં અણનમ 81 રન બાનવ્યા અને તે પણ માત્ર 40 બોલમાં, અને પોતાની ટેમને 21 બોલ બાકી રહેતા શાનદાર જીત અપાવી.
રાજસ્થાનની ટીમ આમ પણ પહેલા જ સેમીફાઈનલ માટે પોતાની સીટ બુક કરાવી ચુકી છે. જ્યારે કે કલકત્તાની ટીમને માટે આ 'કરો ઔર મરો' માં હારનો મતલબ એ નીકળ્યો કે તે હવે સેમીફાઈનલની દોડમાંથી બહાર નીકળી ગઈ.
રાજસ્થાનને જીત માટે 148 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. મહેમાન ટીમે 163 ઓવરમાં 4 વિકેટ ખોઈને 150 રન બનાવી નાખ્યા. કલકત્તા ટીમના કપ્તાને સૌરવ ગાંગુલીએ સ્વીકાર્યુ કે સ્કોર બોર્ડ પર બહુ ઓછા રન ટાંગ્યા હતા. બાકી કામ રાજસ્થાનના યૂસુફ પઠાને પુરુ કરી નાખ્યુ.
રાજસ્થાન રોયલ્સે 10 ઓવરમાં જ્યારે ચાર મહત્વની વિકેટ ગુમાવી ત્યારે એવુ લાગતુ હતુ કે ઈડન ગાર્ડન પર દાદાના લડાકૂઓ આજે તેમને હસવાની તક આપશે પણ આ તમામ આશાઓ પર યૂસુફ પઠાન અને મોહમ્મદ કેફે જમીનદોસ્ત કરી નાખ્યુ. રાજસ્થાનની તરફથી પડનારી વિકેટ હતી - અસનોદકર 5, સ્મિથ 24, સોહેલ તનવીર 13, અને વોટસન 19 રન.
મેચનો ટર્નિગ પોઈંટ ત્યારે આવ્યો જયારે કપ્તાન સૌરવ ગાંગુલીએ એક જ ઓવરમાં કુલ 17 રન આપી દીધા. યૂસુફ પઠાને સતત બે છક્કા અને 1 ચોક્કો લગાવવાની સાથે એક રન લઈને મેચનુ પલડુ રાજસ્થાન તરફ નમાવે દીધુ.
આ પહેલા છેલ્લી મેચમાં ટૂર્નામેંટમાં સૌથી ઓછા સ્કોર પર સિમટાયેલી કલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગ એક વાર ફરી ખરાબ રીતે હારી ગઈ. 20 ઓવરમાં મેજબાન ટીમ આઠ વિકેટે માત્ર 147 રન જ બનાવી શકી.