ઈડિયન પ્રીમિયર લીગની અંક તાલિકામાં બીજા ક્રમે પહોંચેલા કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન યુવરાજસિંહને વિશ્વાસ છે કે તેમની ટીમ જો ફીલ્ડીંગ પર વધુ મહેનત કરે તો તે આ ખિતાબ જીતી શકે છે.
ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદને છ વિકેટથી હરાવીને છેલ્લી નવ મેચમાં આઠ જીત મેળવનાર કિંગ્સ ઈલેવનના 12 મેચના 18 અંક છે અને તેઓ રાજસ્થાન રોયલ્સ પછી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ છે.
યુવરાજે કહ્યુ કે છેલ્લી બે મેચ ખૂબ રસપ્રદ રહી છે, પરંતુ એમા રહેલી જીતને કારણે અમારો ઉત્સાહ વધ્યો છે. અમે જો ફિલ્ડીંગ થોડી સુધારી લઈએ તો આ ટ્રોફી અમે જીતી શકીએ છીએ. તેમણે કહ્યુ અમે અમારી રણનીતિ પર એકદમ સચોટ અમલ કર્યો છે. બોલરોએ અને બેટ્સમેનોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવ્યુ છે.
યુવરાજે શાન માર્શ અને કુમાર સંગકારાના વધુ વખાણ કર્યા, જેમણે વિસ્ફોટક અડધી સદી ફટકારીને મેજબાન ટીમને શાનદાર શરૂઆત આપી. પોતાના ખરાબ ફોર્મ વિશે તેમને કહ્યુ કે થોડી મેચોમાં હું વધુ રન નથી ફટકારી શક્યો પરંતુ હું જલ્દી ફોર્મમાં આવવાનો પ્રયત્ન કરીશ.