મોહાલી. પંજાબના વરિષ્ઠ પોલિસ અધિકારીએ રવિવારે આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના માલિક નેસ વાડિયા સામે ફરિયાદ નોંધાવી છે. કારણ કે, વાડિયાએ શુક્રવારની મોહાલી મેચ દરમિયાન તેઓને અપમાનજનક શબ્દો કહ્યાં હતા.પંજાબ રાજ્યના મોહાલીના પોલિસ સુપ્રિંટેંડંટ આર એસ. ખત્રાએ નેશ વાડિયાએ તેમની સાથે શુક્રવારે પંજાબ ક્રિકેટ એશોસિએસન મેદાન ખાતે દુરવ્યવહાર કર્યો હાવોની ફરિયાદ મોહાલીના ડેપ્યુટી કમિશ્નર સહિત પંજાબ પોલિસના ડાયરેક્ટર જનરલ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને નકલ મોકલાવી છે.
તેમણે જણાવ્યું હતું કે વાડિયાએ પંજાબ પોલિસ તથા તેની વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે આઈપીએલ મેચોની ટીકિટ પોલિસ દ્વારા વેંચવામા આવી રહી છે તથા પોલિસ પરવાનગી વગરના લોકોને પણ મેચ જોવા માટે અંદર આવવા દે છે. વાડિયા માત્ર મારી પર ગુસ્સે નહોતા થયા પણ એમ પણ કહ્યું હતું કે તે માર જેવા નાના અને નિમ્ન કક્ષાના લોકો સાથે વાત કરવા માગતા નથી. વાડિયાએ બધા લોકોની વચ્ચે મારું અપમાન કર્યું હતું જેના કારણે મારે આ ફરિયાદ કરવી પડી છે.
અંત્રે ઉલ્લેખનીય છે કે નેસ વાડિયાએ બોલિવુડ અભિનેત્રી પ્રિટી ઝિંટા અને અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને આઈપીએલની પંજાબ(મોહાલી)ની ટીમ ખરીઘી છે.