બીસીસીઆઈ અધ્યક્ષ શરદ પવારે વર્ષમાં બે વાર ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)યોજવાની લલિત મોદીની યોજનાને નામંજૂર કરતા કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના વ્યસ્ત કેલેંડરમાં આવી કોઈ શક્યતા નથી.
મોદીએ થોડાંક દિવસો પહેલા કહ્યુ હતુ કે તેઓ ઈચ્છે છે કે 2011 પછી આઈપીએલનુ આયોજન વર્ષમાં બે વાર કરવામાં આવે, જેમાંથી પહેલી પ્રતિયોગિતા મે અને બીજી સપ્ટેમ્બરમાં થાય. પવારે જોકે આવી કોઈ શક્યતા હોવાની ના પાડી દીધી.
તેમણે કહ્યુ કે અમે આઈસીસીના કેલેંડરમા દરેક વર્ષે એક ટૂર્નામેંટ કરાવવાનુ સ્થાન મળ્યુ છે. આવતા સાત વર્ષનો કાર્યક્રમ તૈયાર છે તેથી આની કોઈ શક્યતા નથી.
આ પહેલા મોદીએ એક ટીવી ઈંટરવ્યુમાં આ ટ્વેંટી-20 ટુર્નામેટને લઈને પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે કહ્યુ હતુ કે અમે આઈપીએલને બે સત્રમાં કરી શકીએ છીએ. પહેલા ત્રણ વર્ષ સુધી એક સત્ર રહેશે. અમે આને બે સત્રમાં કરવા માંગીએ છીએ. અમે બીજા સત્રનુ આયોજન સપ્ટેમ્બરમાં કરી શકીએ છીએ.