Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇપીએલની મેચોથી હું દૂર રહીશ-શાહરૂખ

આઇસીસીની આચારસંહિતા નહીં સમજાય ત્યાં સુધી મેદાન પર નહીં - શાહરૂખ

આઇપીએલની મેચોથી હું દૂર રહીશ-શાહરૂખ
PTI

કોલકાતા. પોતાની કોલકાતા ટીમથી ખૂબજ હતાશ થયેલા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેને આઇસીસીની આચારસંહિતા નહીં સમજાય ત્યાં સુધી તે મેદાન પર નહીં જાય, અને શાહરૂખ આવતા વર્ષે ટીમ વેચી દે તેવી પણ સંભાવના વ્યક્ત થઇ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સનામાલિક શાહરૂખ ખાને એમ કહીને વિવાદ સર્જયો કે, આઇસીસી અને બીસીસીઆઇની મેચ અંગેની આચારસંહિતા સમજી શકું નહીં ત્યાં સુધી આઇપીએલની મેચોમાંથી હું દૂર રહીશ. શાહરૂખ ખાને એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે તેની પાસેથી જે અપેક્ષા રખાય છે તે આચારસંહિતા સમજાય નહીં ત્યાં સુધી આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ નિહાળવા માટે મેદાન પર નહીં જાઉં.

અંત્રે જણાવવાનું કે, ઇડન ગાર્ડંસ ખાતે રમાયેલી એક મેચ દરમિયાન આઇસીસીના એંટી કર્પશન યુનિટના અધિકારીએ શાહરૂખ ખાનને ખેલાડીઓના ડ્રેસિંગરૂમ તથા ડગઆઉટમાં પ્રવેશતાં રોકયો હતો. આ અંગે શાહરૂખે તેની ટીમના ખેલાડીઓને એક એસએમએસ દ્વારા જણાવ્યું હતું કે, હું હજી આચરસંહિતા સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારી પાસેથી આઇસીસી કે આઇપીએલની મેચો અંગેની આચરસંહિતાનો અમલ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે અને તે સમજું નહીં ત્યાં સુધી મેદાનથી દૂર રહેવાનો મેં નિણર્ય લીધો છે. જોકે હું હોટેલમાં અને ટીમની મિટિંગમાં હાજર રહીશ પણ મેચમાં આવીશ નહીં તેમ શાહરૂખે જણાવ્યું હતું.

શાહરૂખે તેની ગેરહાજરીથી કોલકાતાની ટીમના પ્રદર્શન પર અસર પડી શકે તેવા અહેવાલ અંગે પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે આવી ગેરસમજ કરશો નહીં. મારી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ મારા માટે મારા સંતાનો જેટલી જ મહત્ત્વની છે. હા, હું કલાસરૂમમાં નહીં જાઉં જયાં સુધી મને હેડમાસ્ટરના નિયમોની સમજ પડે નહીં. શાહરૂખે તેની, સુકાની સૌરવ ગાંગુલી અને કોચ જહોન બુચાનન વચ્ચે કોઇ મતભેદ હોવાનો પણ ઇનકાર કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati