IPL 6 : સંગકારા બોલ્યા વિરાટે અમારી જીત છીનવી લીધી
, બુધવાર, 10 એપ્રિલ 2013 (11:58 IST)
સનરાઈજર્સ હૈદરાબાદના કપ્તાન કુમાર સંગકારાએ રોયલ ચેલેંજર્સ બેંગલોર તરફથી મળેલ હાર પછી કહ્યુ કે બેંગલોરના વિરાટ કોહલીના અણનમ 93 રનની શાનદાર રમતથી મેચમાં મોટુ અંતર ઉભુ થયુ. સંગકારાએ કહ્યુ, વિરાટ બંને ટીમોની વચ્ચે અંતર રહ્યા. અમે પહેલી દસ ઓવરમાં ધીમે હતા, પણ પછી બેટ્સમેનોએ રનની ગતિ વધારી. વ્હાઈટ અને પરેરાએ અમને સારો સ્કોર આપ્યો. કપ્તાને કહ્યુ, સારો સ્કોર બનાવ્યા પછી હારવુ ખૂબ દુ:ખદ છે. પણ અમે હવે આને ભૂલીને આગામી મેચની તૈયારી કરીશુ.