Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીએ 174 રનનો ટારગેટ આપ્યો

દિલ્હીએ 174 રનનો ટારગેટ આપ્યો

વેબ દુનિયા

ડરબન , બુધવાર, 13 મે 2009 (21:43 IST)
આઈપીએલની બુધવારે રમાયેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ડેક્કન ચાર્જર્સને 174 રનનો ટારગેટ આપ્યો હતો.

ડેક્કન ચાર્જર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. જે નિર્ણય શરૂઆતમાં ડેક્કનની તરફેણમાં ગયો હતો. ડેવિડ વાર્નર 4 રન બનાવીને વાસનો શિકાર બન્યા હતા. ત્યારબાદ ગૌતમ ગંભીર 19 રન બનાવીને પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં વેણુગોપાલને કેચ આપી બેઠો હતો.

ત્યારબાદ દિલશાને ધુઆધાર 18 બોલમાં 37 રન કરીને સાયમન્ડ્સનો શિકાર બન્યો હતો. તો કેપ્ટન સહેવાગ પણ 11 રન બનાવીને વાસની ઓવરમાં આઉટ થયો હતો. તો ડીવિલીયર્સ 44 રન બનાવીને સ્મિથની ઓવરમાં આઉટ થયો હતો. ભાટીયા પણ શુન્ય રને ઓઝાનો શિકાર બન્યો હતો.

તો અમિત મિશ્રા 2 રન બનાવીને વાસની ઓવરમાં આઉટ થયો હતો. જ્યારે દિનેશ કાર્તિકે ખુબ ઝડપી અણનમ 44 રન બનાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati