Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇપીએલમાં ગંભીરના નામે 400 રન

આઇપીએલમાં ગંભીરના નામે 400 રન
N.D

નવી દિલ્હી. ટ્વેંટી-20 માસ્ટર બ્લાસ્ટર ગૌતમ ગંભીર આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેંટમાં 400 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. દિલ્હી ડેર ડેવિલ્સ ટીમના ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં 79 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમીને આ સિધ્ધી મેળવી છે. ગંભીરે આ મેચ પહેલા 346 રન બનાવ્યા હતા.

ગંભીરે ડેકન ચાર્જર્સ સામેની મેચમાં 48 બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સરની મદદથી તેણે 79 રન બનાવી આઈપીએલની ટૂર્નામેંટમાં 400 રન બનાવવાની સિધ્ધી મેળવી લીધી છે. હવે તેઓની દસ મેચોના 425 રન બની ગયા છે.

દિલ્હીના આ બલ્લેબાજનું નામ આઇપીએલના રેકોર્ડમાં સૌથી વધુ 300 રન બનાવવાની ઉપલબ્ધિ હતી હવે તે સૌથી વધુ 400 રન બનાવીને પણ પ્રથમ રહ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati