rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2025: જતા જતા પણ પોતાની ટીમને લાખોનુ નુકશાન કરાવી ગયો આ 27 કરોડી ખેલાડી

rishabh pant
, બુધવાર, 28 મે 2025 (15:50 IST)
rishabh pant
IPL 2025 મા અંતિમ લીગ સ્ટેજ મેચના પરિણામ સાથે જ પ્લેઓફનો શેડ્યુલ નક્કી થઈ ગયુ છે.   IPL 2025 ની 70 મી લીગ સ્ટેજ મેચમાં રોયલ ચેલેજર્સ બેંગલુરૂએ લખનૌ સુપર જાયટ્સને ઈકાના સ્ટેડિયમમાં 6 વિકેટથી કરારી હાર આપી. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કપ્તાન ઋષભ પંતના ધમાકેદાર સદીને કારણે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રનનો સ્કોર બનાવ્યો. ઋષભ પંતે અણનમ 118 રનની રમત રમી.  જેમા 11 ચોક્કા અને 8 છક્કા જડ્યા. જો કે પંતની આ તોફાની સદી પર RCB ના કાર્યવાહક કપ્તાન જિતેશ શર્માની 85 રનની રમત ભારે પડી. જિતેશના દમ પર RCB એ 18.4 ઓવરમાં જ 228 રનનુ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધુ.  આ રીતે લખનૌને જીત સાથે સીજનને સમાપ્ત કરવાનુ સપનુ ચકનાચૂર થઈ ગયુ. 
 
પંત પર લાગ્યો દંડ 
લખનૌને આ કરારી હાર પછી એક વધુ મોટો ઝટકો લાગ્યો છે.  આ સિઝન પૂરી થવા છતાં LSG ને મોટું નુકસાન થયું છે. હકીકતમાં, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન સ્લો ઓવર-રેટ માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. IPL ની આચારસંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સિઝનમાં આ તેમની ટીમનો ત્રીજો ગુનો હતો, તેથી ઋષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીના પ્લેઇંગ ઇલેવન સભ્યોને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે. પંતને આ સિઝનમાં કુલ 66 લાખ રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડ્યા છે. અગાઉ, તેમણે 12 લાખ રૂપિયા અને 24 લાખ રૂપિયા દંડ ભર્યો હતો. 
 
LSG માટે નિરાશાજનક રહી સીઝન 
આ સિઝનમાં ઋષભ પંતની ટીમ પોઈન્ટ ટેબલમાં 7મા ક્રમે રહી. ટીમ 14 માંથી ફક્ત 6 મેચ જીતી શકી જ્યારે 8 મેચ હારી ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સે મેગા ઓક્શનમાં ઋષભ પંતને 27 કરોડમાં ખરીદ્યો અને તેને પોતાનો કેપ્ટન બનાવ્યો, પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો નહીં. તેના બેટમાંથી ફક્ત 269 રન જ આવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેની કેપ્ટનશીપ પર પણ ઘણા પ્રશ્નો ઉભા થયા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત: 9મા ધોરણના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, સહાયક બાળકને ખોળામાં લઈને બેઠો હતો, ઘટના CCTVમાં કેદ