rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GT vs MI Eliminator: મુલ્લાંપુરની પિચ પર શુ ફરી જોવા મળશે બોલરોની કમાલ કે બેટ્સમેન કરશે કમબેક, જાણો Pitch રિપોર્ટ

GTvsMI
, શુક્રવાર, 30 મે 2025 (12:13 IST)
ગુજરાત ટાઈટંસ અને મુંબઈ ઈંડિયંસની ટીમ વચ્ચે આઈપીએલ 2025 ની સીઝનના એલિમિનેટર મુકાબલો 30 મે ના રોજ ન્યુ ચંડીગઢ ના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાશે.  શુભમન ગિલની કપ્તાનીમાં ગુજરાત ટાઈટંસની ટીમે આ સીજનમાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યુ છે. પણ લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં ટીમને મળેલી હારને કારણે તે ટોપ 2 ની પોઝીશન પર ખતમ કરવામાં સફળતા મેળવી શકી નહી.  બીજી બાજુ મુંબઈ ઈંડિયંસની ટીમનેલઈને વાત કરવામાં આવે તો તેમને માટે આ સીઝનની શરૂઆત બિલકુલ સારી રહી નહોતી. પણ ત્યારબાદ તેમણે શાનદાર કમબૈક કરવા સાથે લીગ સ્ટેજ મેચના અંત થતા ચોથી પોઝીશન પર રહેતા કર્યુ. હવે બધાની નજર ગુજરાત ટાઈટંસ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રમાનારા એલિમિનેટર મુકાબલાની પિચ પર પણ ટકી છે.  
 
ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવી કરશે પસંદ 
ન્યુ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટંસ  અને મુંબઈ ઈંડિયંસની વચ્ચે રમાનારી એલિમિનેટર હરીફાઈની પિચને લઈને વાત કરવામાં આવે તો અહી ટૉસની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે. ક્વલઈફાયર -1 મેચ પણ આ સ્ટેડિયમમાં રમાઈ જેમા આરસીબી ટીમન બોલરોની કમાલ જોવા મળી હતી, નવી બોલથી જ્યા ઝડપી બોલરોને વિકેટ મેલવી તો બીજી બાજુ સ્પિનર પણ આ પિચ પર પોતાનો પ્રભાવ બતાડવામાં સફળ રહી.  આવામાં ગુજરાત ટાઈટંસ અને મુંબઈ ઈંડિયંસ ની વચ્ચે થનારી મેચમાં જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવા માંગશે જેથી પિચના મિજાજને સારી રીતે સમજી શકાય.   
 
અત્યાર સુધી અહી આઈપીએલના 10 મુકાબલા રમાયા છે. જેમા 5 વાર પહેલા બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે તો પાંચ વાર ટારગેટનો પીછો કરનારી ટીમ જીતવામાં સફળ રહી છે. અહી પર પહેલા દાવનો સરેરાશ સ્કોરને લઈને વાત કરવામાં આવેતો તે 160 થી 165 રનની વચ્ચે જોવા મળે છે.  
 
હેડ ટૂ હેડમાં ગુજરાતનુ પલડુ છે ભારે 
આઈપીએલમાં ગુજરાત ટાઈટંસ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે હેડ ટૂ  હેડ રેકોર્ડને જોવામાં આવે તો તેમા જીટીનુ પલડુ સ્પષ્ટ રીતે ભારે દેખાય છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 7 વાર ટક્કર જોવા મળી છે. જેમા 5 મેચોમાં ગુજરાત ટાઈટંસની ટીમ જીત મેળવવામાં સફળ રહી છે તો બીજી બાજુ ફક્ત 2 વાર જ મુંબઈ ઈંડિયંસની ટીમ મુકાબલો જીતી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇતિહાસ રચાયો... NDA માં 17 મહિલા કેડેટ્સની પહેલી બેચે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, આજે પાસિંગ આઉટ પરેડમાં સામેલ થશે