Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફાઈનલમાં ચોથી વખત પહોંચી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ, સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું

ફાઈનલમાં ચોથી વખત પહોંચી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ, સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું
, બુધવાર, 22 મે 2024 (08:47 IST)
KKR vs SRH: IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આ મેચ જીતી ગઈ છે. તેઓએ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે કોલકાતા નાઈટ રાઈઝર્સ ટીમ ચોથી વખત આઈપીએલની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. તેણે અગાઉ 2012, 2014 અને 2021માં ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હવે બીજી ક્વોલિફાયર મેચ રમશે. જ્યાં તેનો સામનો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ સાથે થશે.
 
કેવી રહી મેચ?
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ 19.3 ઓવરમાં 159 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. પ્રથમ દાવમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત બહુ સારી રહી ન હતી અને ટીમે  5 ઓવરમાં 39 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી.  ત્યારબાદ રાહુલ ત્રિપાઠી અને હેનરિક ક્લાસેન વચ્ચે પાંચમી વિકેટ માટે ભાગીદારી થઈ અને બંનેએ મળીને 37 બોલમાં 62 રન જોડ્યા. આ પછી ક્લાસેન આઉટ થયો હતો અને ત્યારબાદ રાહુલ ત્રિપાઠીએ અબ્દુલ સમદ સાથે ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સમદે રાહુલને રનઆઉટ કરાવ્યો અને તે આ મેચમાં 35 બોલમાં 55 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતે, ટીમના કપ્તાન પેટ કમિન્સે 24 બોલમાં 30 રન ઉમેર્યા અને SRHને સન્માનજનક સ્કોર પર લઈ ગયા.
 
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી મિચેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની પ્રથમ ત્રણ ઓવરમાં સનરાઇઝર્સના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સ્ટાર્કે પહેલા ટ્રેવિસ હેડને શૂન્ય રને આઉટ કર્યો હતો. આ પછી તેણે નીતિશ રેડ્ડીને આઉટ કર્યો. ત્યારબાદ સાહબાઝ અહેમદ પણ ખાતું ખોલાવ્યા વિના જ મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો.
 
શાનદાર રહ્યો કેકેઆરનો રન ચેઝ
આ મેચની બીજી ઇનિંગમાં કેકેઆરને 160 રનનો સન્માનજનક ટાર્ગેટ મળ્યો હતો. કેકેઆરના બેટ્સમેનોએ ખૂબ જ ઝડપી શરૂઆત કરી હતી અને માત્ર 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ દરમિયાન ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો અને સુનીલ નારાયણ 16 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો, પરંતુ આ બંનેના આઉટ થયા બાદ વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યર પણ લયમાં શાનદાર દેખાતો હતો. તેણે 24 બોલમાં 241.67ની સ્ટ્રાઇક રેટથી 58 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં મિચેલ સ્ટાર્કને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરમાં ગરમીનું મોજુ, આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે