Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબને જીત ન અપાવી શક્યા આશુતોષ - શશાંકની જોડી, અંતિમ ઓવરમાં 26 રન બનાવીને પણ હાર્યુ મેચ

પંજાબને જીત ન અપાવી શક્યા આશુતોષ - શશાંકની જોડી, અંતિમ ઓવરમાં 26 રન બનાવીને પણ હાર્યુ મેચ
, બુધવાર, 10 એપ્રિલ 2024 (08:43 IST)
Punjab Kings vs Sunrisers Hyderabad: IPL 2024 ના રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને 2 રનથી માત આપી. આ મેચમાં અંતિમ ઓવર સુધી કોઈપણ ટીમની જીત પાક્કી લાગી રહી નથી.  શ્વાસ રોકી દેનારી આ મેચમાં અંતમાં હૈદરાબાદે બાજી મારી.  સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સને 183 રનનુ ટારગેટ આપ્યુ. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 180 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 
 
પંજાબ કિંગ્સને મળી હાર 
પંજાબ કિંગ્સનુ મેચમાં ખૂબ જ ખરાબ વાત એ રહી કે જૉની બેયરસ્ટો ખાતુ ખોલ્યા વગર આઉટ થયા. ત્યારબાદ શિખર ધવન ફક્ત 14 રન જ બનાવી શક્યા.  ત્યારબાદ પ્રભાસિમસન સિંહ પણ ચાર રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી સેમ કુરન અને સિકંદર રઝાએ થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. સેમે 29 રન અને રઝાએ 28 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં બધાને લાગ્યું કે પંજાબ કિંગ્સની ઈનિંગ જલ્દી ખતમ થઈ જશે. પરંતુ આ પછી શશાંક સિંહ અને આશુતોષ શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. આ બંને ખેલાડીઓ પંજાબ કિંગ્સને જીતની નજીક લઈ ગયા, પરંતુ જીતી શક્યા નહીં. શશાંક સિંહે 46 રન અને આશુતોષે 33 રન બનાવ્યા હતા.
 
અંતિમ ઓવરમાં જોઈતા હતા 29 રન 
અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને જીત માટે 29 રનની જરૂર હતી. પણ શશાંક અને આશુતોષ 26 રન જ બનાવી શક્યા. અંતિમ ઓવરમાં બોલિંગ જયદેવ ઉનાદકટે કરી હતી. હૈદારાબાદ માટે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી. પેટ કમિંસ, ટી નટરાજન નિતીશ રેડ્ડી અને જયદેવ ઉનાદકટના ખાતામાં એક એક વિકેટ ગઈ.  
 
નીતીશ રેડ્ડીએ અડધી સદી ફટકારી હતી
એક સમયે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સ સામે 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના મહત્વના બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ નીતીશ રેડ્ડીએ હૈદરાબાદ માટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રેવિસ હેડે 21 રન બનાવ્યા હતા. તેના સિવાય અબ્દુલ સમદે અંતમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા