Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Who is Naveen-ul-Haq, વિવાદો સાથે તેમનુ છે જુનુ કનેક્શન, જાણો આ પહેલા કોની સાથે બાખડ્યા

naveen ul haq
, મંગળવાર, 2 મે 2023 (12:57 IST)
Who is Naveen-ul-Haq Virat Kohli RCB vs LSG : આઈપીએલ 2023માં છેલ્લા લગભગ 12 કલાકથી જે ખેલાડી સૌથી વધુ ચર્ચામાં છે તે છે નવીન ઉલ હક, જે અફગાનિસ્તાનના ખેલાડી છે અને આઈપીએલમાં પહેલીવાર રમી રહ્યા છે. આઈપીએલ ટીમ એલએસજીએ તેમને પોતાના ટીમમાં લીધા હતા અને તેઓ પોતાની ટીમ માટે રમી રહ્યા છે. પણ ટીમ ઈંડિયા અને આરસીબીના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી સાથે વિવાદમાં આવીને તે અચાનક ચર્ચામાં આવી ગયા. નવીન ઉલ હક પોતાના પ્રદર્શનથી પ્રશંસા ન મેળવી શક્યા, પણ હવે કંઈક એવુ કરી નાખ્યુ જેનાથી ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યા છે.  જો તમે પણ જાણવા માગો છો કે નવીન-ઉલ-હક કોણ છે, આ ખેલાડીએ પહેલા કોની સાથે વિવાદ કર્યો છે, તો ચાલો તમને જણાવીએ તેમની સંપૂર્ણ સ્ટોરી...  
 
નવીન ઉલ હક અને વિરાટ કોહલીના વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ 

 
IPL 2023માં RCB અને LSG વચ્ચેની મેચ બાદ વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચેનો ઝઘડો ટોક ઓફ ધ ટાઉન છે. મેચ બાદ જ્યારે LSG અને RCBના પ્લેયર્સ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે બંને વચ્ચે શું થયું, તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે, પરંતુ આ મામલો મેચ દરમિયાન જ શરૂ થયો હતો અને મેચ પછી વધુ ગરમ થઈ ગયો હતો. વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે જે તીખો વિવાદ થયો તેમા પછી એલએસજીના મેંટર ગૌતમ ગંભીર પણ કૂદી પડ્યા. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે પરસ્પર સંબંધો કેવા છે  એ કોઈનાથી છિપાયુ નથી. તેથી તેમણે પાછળથી ગૌતમ ગંભીર બનામ વિરાટ કોહલીનુ રૂપ લઈ લીધુ. 
 
નવીન ઉલ હકને આઈપીએલ 2023 માટે એલએસજીએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યા છે, નથી લગાવી કોઈ અન્ય ટીમે બોલી 
 
નવીન-ઉલ-હકે આઈપીએલ 2023માં રમવા માટે તેનું નામ હરાજી માટે મૂક્યું હતું અને તેને LSGએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત સમાન હતી અને એલએસજી સિવાય અન્ય કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. નવીન-ઉલ-હકે આ વર્ષે 19 એપ્રિલના રોજ સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે આઈપીએલની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં તેઓ આઈપીએલમાં કુલ ચાર મેચ રમી ચૂક્યો છે. તેમનું પ્રદર્શન બહુ સારું તો નથી રહ્યું, પણ બહુ ખરાબ પણ નથી, પરંતુ તેમણે વિરાટ કોહલી સાથે વિવાદ કરીને હેડલાઇન્સ ચોક્કસ મેળવી છે. નવીન-ઉલ-હક વિશે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જ્યારે એશિયા કપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તે અફઘાનિસ્તાન તરફથી રમી રહ્યા હતા.  આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ તેમની ખૂબ જ ધુલાઈ કરી હતી અને ચાર ઓવરમાં 59 રન ફટકાર્યા. જોકે તેમને કોઈ વિકેટ મળી નહોતી. 

 
નવીન ઉલ હક આ પહેલા લંંકા પ્રીમિયર લીગમાં શાહિદ અફરીદી અને મોહમ્મદ આમિર સાથે પણ ટકરાઈ ચુક્યા છે 
 
આઈપીએલમાં તેમનુ કરિયર ભલે નવુ હોય પણ તેઓ અફગાનિસ્તાન માટે વર્ષ 2016થી જ ઈંટરનેશનલ ક્રિકેટ રમી ચુક્યા છે. અ પહેલા હવેથી લગભગ ત્રણ વર્ષ પહેલા તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે લંકા પ્રીમિયર લીગ દરમિયાન તેઓ પાકિસ્તાની પ્લેયર્સ સાથે ભિડાયા. ત્યારે એલપીએલમાં તેમની શાહિદ અફરીદી અને મોહમ્મદ આમિર સાથે બોલચાલ થઈ ગઈ હતી. નવીન ઉલ હક કૈંડી ટસ્કર્સ માટે રમી રહ્યા હતા. બીજી બાજુ શાહિદ અફરીદી અને મોહમ્મદ આમિર ગૉલા ગ્લેડિએટર્સ માટે રમતા જોવા મળ્યા હતા. ત્યારે મેચ પછી એક ઈંટરવ્યુ દરમિયાન નવીન ઉલ હક એ કહ્યુ હતુ કે આ એક જૂની સ્ટોરી છે અને આ સમગ્ર મામલે તેઓ કશુ પણ બોલવા નથી માંગતા. 
આવી ઘટનાઓ થોડા ક્ષણના આવેશને કારણે થઈ જાય છે. તેમનુ કહેવુ હતુ કે આ બે પ્લેયર્સની વચ્ચે જ રહેવુ જોઈએ.  દેશો સુધી વાત ન જાય તો સારુ છે.  બની શકે છે કે આ વખતે પણ ગુસ્સામાં નવીન ઉલ હકે એવુ કશુ કહી દીધુ હોય, પણ આ વખતે તેમણે અત્યાર સુધી માફી નથી માંગી. જોવાનુ એ છે કે આગળ આવનારી મેચમાં તેઓ પોતાની પોતાની ટીમ એલએસજી માટે રમે છે કે નહી, સાથે જ તેમનુ પ્રદર્શન કેવુ રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

After 12th science- 12 સાયન્સ પછી શું કરવું- 12 સાયન્સ પછી કયો કોર્સ કરવો