Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Impact Player : CSK અને GT ની સફળતાનુ રહસ્ય, આઈપીએલના આ નવા નિયમમાં છિપાયુ છે

MS Dhoni
, બુધવાર, 24 મે 2023 (16:45 IST)
Impact Player  CSK vs GT : આઈપીએલ 2023ના લીગ ચરણનુ જ્યારે સમાપન  થયુ તો નંબર એક પર આઈપીએલની વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટંસ હતી અને નવેમ્બર બે પર ચાર વારની ખિતાબ વિજેતા ચેન્નઈ સુપરકિંગ્સ.  હાર્દિક પડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઈટંસની આઈપીએલમાં હવે ફક્ત બીજી જ સીજન છે.  પરંતુ ટીમે જે છાપ છોડી છે, એ કોઈનાથી પણ છિપાયુ છે.  બીજી બાજુ સીએસકે માટે અગાઉની સીજન ભલે ખૂબ ખરાબ ગઈ હો.  પરંતુ ટીમે જે રીતે કમબેક કર્યુ છે એવુ કોઈ ચેમ્પિયન ટીમ જ કરી શકે છે.  પણ સવાલ એ છે કે આ વખતના આઈપીએલમાં સીએસકે અને જીટીની સફળતાનુ રહસ્ય શુ છે.  એવુ શુ થયુ જે બાકી ટીમો નથી કરી શકી અને આ બંને ટીમોએ કરી બતાવ્યુ.  તેનુ કારણ જો શોધશો તો વધુ  પાછળ જવાની જરૂર નથી. આઈપીએલના એક નિયમથી જાણ થઈ જશે કે છેવટે શુ થયુ છે.  આ છે આ વર્ષ લાગૂ થયો ઈમ્પેક્ટ પ્લેયર રૂલ.  
 
ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો જીટી અને સીએસકે એ કર્યો શ્રેષ્ઠ ઉપયોગ 
 
આઈપીએલ 2023માં બીસીસીઆઈએ એક નવો નિયમ લાગૂ કર્યો, જેને ઈમ્પેક્ટ પ્લેયર રૂલ કહેવામાં આવ્યો. જેના હેઠળ ટૉસ પછી બંને ટીમોના કપ્તાન પોતાની પ્લેઈંગ ઈલેવનનુ એલાન કરી શકે છે.  સાથે જ ચાર એવા પ્લેયર્સની લિસ્ટ પણ સોંપશે જેને સબ્ટીટ્યુટ હેઠળ મુકવામાં આવ્યા છે. સબ્ટીટ્યૂટી ખેલાડીનો મતલબ એ થયો કે તેમાથી કોઈપણ એક ખેલાડીને કોઈપણ સમયે રમવા માટે બોલાવી શકાય છે.  સાથે જ પ્લેઈંગ ઈલેવનનો એક ખેલાડી બહાર થઈ જશે.  જ્યારે આ નિયમ લાગૂ થયો તો તેને લઈને ખૂબ ાતો થઈ. એવુ કએહ્વામાં આવ્યુ છે કે આ નિયમથી તો આખી મેચ જ પલટાઈ જશે.  ટીમો તેનો ખૂબ ફાયદો ઉઠાવશે.  અને થયુ પણ આવુ જ કંઈક.  પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સ અને જીટીએ કંઈક બીજુ જ કર્યુ. ઈએસપીએન ક્રિકેઈંફોની એક રિપોર્ટથી જાણ થાય છે કે આ ઈમ્પેક્ટ પ્લેયર રૂલનો સૌથી ઓછો ઉપયોગ આ જ બે ટીમોએ કર્યો છે.   જો લીગ ચરણ સુધી રમાયેલ 14 મેચોની વાત કરવામાં આવે તો એમએસ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સએ  નવ વખત પોતાની પ્લેઈંગ ઈલેવનમા કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ ટીમે 14માંથી ફક્ત પાંચ જ વાર તેનો ઉપયોગ કર્યો છે. બીજી બાજુ ગુજરાત ટાઈટંસે ચાર વાર જ ફેરફારની જરૂર સમજી અને કર્યો પણ. મજાની વાત એ છે કે આ વખતે આઈપીએલ રમી રહેલ દસમાંથી પાંચ ટીમો એવી પણ હતી જેમણે દરેક વખતે એટલે મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવને કોઈને કોઈ ખેલાડીને બહાર કયો અને બીજા ખેલાડીને લઈ આવ્યા એ ટીમોની હાલત શુ છે એ તમારી સામે છે. તે ટીમ નંબર એક કે નંબર એ પર તો છે જ નહી. 
 
એમએસ ધોનીના પગલે ચાલી રહ્યા છે હાર્દિક પંડ્યા 
 
એમએસ ધોનીને જેઓ  ફોલો કરે છે તેઓ જાણે છે કે તે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બહુ ઓછા ફેરફાર કરે છે. જો ટીમ જીતે તે એક જ પ્લેઈંગ ઈલેવન સાથે જરૂર વગર સતત રમવા માટે જાણીતો છે. જ્યારે ટીમ ઈન્ડિયાના ધોની
જ્યારે તે કેપ્ટન હતા ત્યારે પણ તે આવું જ કરતા હતા. એવું માનવામાં આવે છે કે CSK અને MI એવી ટીમો છે, જે માત્ર 14 થી 15 ખેલાડીઓમાં આખી IPL રમી શકે છે અને બાકી ખેલાડી બેસ્યા જ રહે છે.  હવે અમુક અંશે એવું માની શકાય કે ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યા પણ આ જ ફોર્મ્યુલાને અનુસરી રહ્યા છે. બાય ધ વે, લખનૌ સુપરજાયન્ટ્સે પણ ગયા વર્ષે ડેબ્યુ કર્યું હતું. ટીમ ગયા વર્ષે પણ પ્લેઓફમાં પહોંચી હતી અને આ વર્ષે પણ ક્વોલિફાય થઈ ગઈ છે, પરંતુ એલએસજીની ટીમ નંબર વન અને નંબર ટુ હોવાના બેમાંથી કોઈ પણ વર્ષમાં પ્લેઓફમાં પ્રવેશી શકી નથી. આના પરથી  GT અને LSG વચ્ચેનો ફરક સમજી શકાય છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jamnagar News - 2000ની નોટ આપી 2100ની કરો ખરીદી