IPL 2023 નો ફર્સ્ટ હાફ પુરો થઈ ચુક્યો છે અને અત્યાર સુધી પાંચ એવા ખેલાડી નીકળી આવ્યા છે જેમને કારણે ફ્રેચાઈજીજને કરોડો રૂપિયાનુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. તેમાથી કેટલાક એવા છે જે આખી સીજનમાંથી બહાર રહ્યા છે તો કેટલાક અડધી સીજન હજુ સુધી બેંચ પર બેસીને વિતાવી રહ્યા છે. આ સમાચારમાં પાંચ એવા ખેલાડીઓ વિશે વાત ક રીશુ જેમની આઈપીએલમા સેલેરી તો તગડી છે પણ તે પોતાની ટીમના ખાસ કામ આવી શક્યા નથી. કેટલાક તો એવા છે જે રમી પણ રહ્યા નથી. આ કારણે ટીમોને કરોડો રૂપિયાનુ નુકશાન થઈ રહ્યુ છે.
બેન સ્ટૉક્સ - ચેન્નઈ સુપર કિંગ્સને આ આઈપીએલમાં અત્યાર સુધી સૌથી વધુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.
આઈપીએલ 2023 ના મિની ઓક્શનમાં ટીમે ત્રીજી સૌથી મોટી બોલી લગાવતા બેન સ્ટોક્સને 16.25 કરોડ
રૂપિયામાં પોતાની સાથે જોડ્યુ હતુ. પણ પહેલી બે મેચ રમ્યા બાદ જ તે બેંચ પર બેસી ગયા અને અત્યાર સુધી
તેમનુ કમબેક અધરમાં જ લટકી રહ્યુ છે. એ બે મેચોમાં પણ તેમને બોલ અને બેટ વડે કોઈ કમાલ કરી નથી. હજુ પણ તેમનુ રમવુ શંકાસ્પદ જ માનવામાં આવી રહ્યુ છે. તે સીએસકેના સૌથી મોંઘા ખેલાડી છે.
દીપક ચાહર - દીપક ચાહરને ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2022ના પહેલા મેગા ઓક્શનમાં 14 કરોડની મોટી રકમ ખર્ચ કરીને ખરીદ્યા હતા. તેઓ આખી સીજનમાંથી બહાર રહ્યા હતા તો આ વખતે પણ શરૂઆતી મેચોમાં શરમજનક પ્રદર્શન તો તેમણે કર્યુ જ અને ઘાયલ પણ થઈ ગયા. આ કારણે તો અત્યાર સુધી આ સીજનમાં પણ ટીમ માટે કશુ કરી શક્યા નથી અને આગળ પણ તેમના રમવા પર સસપેંસ છે. તેમની સેલરી છેલ્લા બે વર્ષથી એમ એસ ધોની (12 કરોડ)થી વધુ છે. તેઓ સ્ટોક્સ અને રવિન્દ્ર જડેજા (16 કરોડ) પછી સીએસકેના સૌથી મોંધા ખેલાડી છે.
શ્રેયસ અય્યર - KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને IPL 2022 પહેલા ફ્રેન્ચાઇઝીએ 12.25 કરોડમાં ખરીદ્યો હતો અને તેને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તે વર્ષે ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી. તે પછી ઐયર આ વર્ષે સમગ્ર IPL 2023માંથી બહાર થઈ ગયો હતો. તેમની સર્જરી વિદેશમાં કરવામાં આવી હતી. તેની ગેરહાજરીને કારણે ફ્રેન્ચાઈઝીને કરોડોનું નુકસાન થયું છે. નવનિયુક્ત કેપ્ટન નીતિશ રાણાના નેતૃત્વમાં ટીમે 8 મેચમાંથી માત્ર 3 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
જસપ્રીત બુમરાહ - મુંબઈ ઈન્ડિયન્સ આ મામલે બીજી સૌથી વધુ અસરગ્રસ્ત ટીમ છે. ફ્રેન્ચાઇઝીનો સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ ચાલુ સિઝનમાં ગેરહાજર રહ્યો છે. તે ઈંજરીને કારણે બહાર છે. તેમને ફ્રેન્ચાઈઝીએ 12 કરોડના ખર્ચે જાળવી રાખ્યો હતો. ગયા વર્ષે ફ્રેન્ચાઇઝી અંતિમ સ્થાન પર રહી હતી અને આ વર્ષે બુમરાહની ગેરહાજરી ટીમને નુકસાન પહોંચાડી રહી છે.
જોફ્રા આર્ચર - બુમરાહ ઉપરાંત જોફ્રા આર્ચરના રૂપમાં મુંબઈ ઈન્ડિયન્સને પણ મોટી ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. આર્ચર આઈપીએલ 2022માં રમ્યો ન હતો તેમ છતાં, ફ્રેન્ચાઇઝીએ મેગા ઓક્શનમાં તેના પર 8 કરોડની બોલી લગાવી હતી. હવે 2023ની સીઝન છે જ્યાં આર્ચરના રમવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ વખતે પણ તે પ્રથમ મેચ રમ્યો અને ઈજાગ્રસ્ત થયો. ત્યાર બાદ તેણે પંજાબ કિંગ્સ સામે ચાર મેચના અંતર પછી પુનરાગમન કર્યું હતું. પરંતુ તે પછી તેને ઈજા થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે તે વર્તમાન સિઝનમાં પોતાની ટીમ માટે કેટલું યોગદાન આપી શકે છે. બુમરાહ અને આર્ચરની ગેરહાજરીને કારણે મુંબઈ ઈન્ડિયન્સને કરોડોનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.