IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવરે ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ના 17મા મુકાબલામાં એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાઈ. આ મેચમાં રાજસ્થાન રોયલ્સએ સીએસકેએ 3 રનથી હરાવી દીધુ. રોમાંચથી ભરપૂર આ મેચનો અંતિમ નિર્ણય અંતિમ બોલ પર થઈ શક્યો. રાજસ્થાન રોયલ્સે ભલે જ આ મુકાબલો જીતી લીધો હોય પણ્ણ તેને આ મેચને કારણે ખૂબ મોટુ નુકશાન પણ થયુ છે અને હવે ટીમના કપ્તાન સંજૂ સૈમસનને તે ભોગવવુ પડશે.
સંજુને થયુ નુકશાન
રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજૂ સૈમસન પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આઈપીએલમાં ધીમી ઓવર ગતિ ફરીથી મોટો મુદ્દો બનતો જઈ રહ્યો છે. કારણ કે મોટાભાગની મેચ ચાર કલાકથી વધુ સમય સુધી ખેંચાઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર મુકાબલાનો નિર્ણય અંતિમ બોલ પર થયો. ઉલ્લેખનીય છે કે મેચ જીતવા કે બેટિંગની લય તોડવા માટે કપ્તાન અનેકવાર મેચમાં મોડુ કરી દે છે. આવુ જ કંઈક આ મેચમાં જોવા મળ્યુ જ્યારે કપ્તાન સંજૂએ મેચ જીતવા માટે થોડો સમય ખેલાડીઓ સાથે વાત કરવા કે પ્લાનિંગ કરવામાં ખતમ કરી દીધો.
ટૉપ પર પહોંચી રાજસ્થાન રોયલ્સની ટીમ