Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પંડ્યાની હાફ સેંચુરી પર વિલિયમસનની કપ્તાની ઈનિંગ્સ પડી ભારે, હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું

હાર્દિક પંડ્યાની હાફ સેંચુરી પર વિલિયમસનની કપ્તાની ઈનિંગ્સ પડી ભારે, હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું
નવી મુંબઈ. , સોમવાર, 11 એપ્રિલ 2022 (23:35 IST)
કેન વિલિયમસનની કેપ્ટનશીપની ઇનિંગ્સના આધારે સનરાઇઝ હૈદરાબાદે IPLની એકવીસમી મેચમાં ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવીને વર્તમાન સિઝનમાં બીજી જીત નોંધાવી હતી. ગુજરાત ટાઇટન્સનો 4 મેચમાં આ પ્રથમ પરાજય છે. ગુજરાતે આપેલા 163 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 19.1 ઓવરમાં 2 વિકેટે 168 રન બનાવ્યા હતા. વિલિયમસને 46 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 57 રનની ઇનિંગ રમી હતી.
 
લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. વિલિયમસન અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરીને હૈદરાબાદને શાનદાર શરૂઆત અપાવી હતી. અભિષેક શર્મા 32 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. તે રાશિદ ખાને સાઈ સુદર્શનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રાહુલ ત્રિપાઠી 11 બોલમાં 17 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. હાર્દિક પંડ્યાએ કેન વિલિયમસનને રાહુલ તેવટિયાના હાથે કેચ કરાવ્યો હતો. નિકોલસ પૂરને 18 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા. એડન માર્કરામ 8 બોલમાં 12 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
 
IPL 2022ની 21મી મેચમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ગુજરાત ટાઇટન્સ સતત ત્રણ મેચમાં જીત મેળવીને જોશથી ભરપૂર છે અને તેમની કોશિશ હૈદરાબાદ સામે પણ પોતાની યાત્રાને ચાલુ રાખવાની છે. બીજી તરફ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને સિઝનની પ્રથમ જીત નોંધાવી 
 
હૈદરાબાદની બેટિંગ શરૂ
163 રનના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે. અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસન ક્રિઝ પર આવ્યા હતા. બંનેએ પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા હતા.
 
ગુજરાતે હૈદરાબાદને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો
SRH vs GT, IPL 2022 લાઈવ સ્કોર: પંડ્યાએ 20મી ઓવરના 5માં બોલ પર સિંગલ લઈને તેની અડધી સદી પૂરી કરી. મેચની છેલ્લી બોલ પર  રાશિદ ખાન બોલ્ડ થયો અને આ સાથે જ ગુજરાતની ટી,એ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા. ગુજરાતે હૈદરાબાદને 163 રનનો ટાર્ગેટ આપ્યો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવઘર રોપવે દુર્ઘટના - ટ્રોલીમાંથી હેલિકોપ્ટરમા જવા દરમિયાન ખીણમાં પડ્યો યુવક, મોત રેસ્ક્યુ ઓપરેશન રોકાયુ