Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GT vs PBKS: પંજાબ કિંગ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યુ, લિવિંગસ્ટોન અને ધવનનો ધમાકો

GT vs PBKS: પંજાબ કિંગ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યુ, લિવિંગસ્ટોન અને ધવનનો ધમાકો
, બુધવાર, 4 મે 2022 (00:30 IST)
મુંબઈ પંજાબ કિંગ્સે  (Punjab Kings)એ આઈપીએલ 2022માં સારુ કમબેક કર્યુ છે. ટી30 લીગના (IPL 2022) 48મી મેચમાં મંગળવારે પંજાબે નંબર વન ટીમ ગુજરાત ટાઈટંસને 8 વિકેટે હરાવ્યુ. પંજાબની 10 મેચમાં આ 5મી જીત છે. ટીમ ટેબલમાં 8માથી 5મા નંબર પર પહોંચી ગઈ છે. આ સાથે જ ગુજરાતની ટીમ ટોપ પર યથાવત છે. 10 મેચમાં આ તેની બીજી હાર છે. મેચમાં ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટે 143 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ ટીમની હારનું મુખ્ય કારણ બન્યું હતું. વર્તમાન સિઝનનો આ ટીમનો સૌથી ઓછો સ્કોર પણ છે. ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં પંજાબ કિંગ્સે 16 ઓવરમાં 2 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શિખર ધવન 62 રને અણનમ રહ્યો હતો. ભાનુકા રાજપક્ષે પણ 40 રન બનાવ્યા હતા.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ ફરી એકવાર સારી શરૂઆત કરી શકી ન હતી. જોની બેરસ્ટો 6 બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. તેને ત્રીજી ઓવરમાં મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો. આ પછી સિનિયર બેટ્સમેન શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેએ ટીમની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. રાજપક્ષે 28 બોલમાં 40 રન બનાવીને લોકી ફર્ગ્યુસને આઉટ થયો હતો. તેણે 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન ધવને 38 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
 
ધવનની 47મી હાફ સેંચુરી 
 
શિખર ધવનના આ 47મી આઈપીએલ ફિફ્ટી છે. તેણે 2 સદી પણ ફટકારી છે. તે 62 રન બનાવીને અણનમ રહ્યો હતો. 53 બોલનો સામનો કર્યો. 8 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો. લિયામ લિવિંગસ્ટોન પણ 30 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે 10 બોલનો સામનો કર્યો. 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. રાશિદ ખાનને એક પણ વિકેટ મળી ન હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા. લિવિંગસ્ટોને 16મી ઓવરના પહેલા 3 બોલમાં 3 સિક્સર ફટકારી હતી. બોલર શમી હતો. ચોથા બોલ પર ચાર. 5માં બોલ પર 2 રન લીધા. છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને વિજય નિશ્ચિત થયો હતો. આ ઓવરમાં 28 રન બનાવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે... ટ્રેન અધવચ્ચે છોડીને ડ્રાઈવર દારૂ પીવા જતો રહ્યો