Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2022 Auction: આ બેટ્સમેનોને કેમ પણ કરીને ખરીદવા માટે થશે પૈસાનો વરસાદ

IPL 2022 Auction: આ બેટ્સમેનોને કેમ પણ કરીને ખરીદવા માટે થશે પૈસાનો વરસાદ
, શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (00:48 IST)
IPL 2022 મેગા ઓક્શનઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝનનું બ્યુગલ વાગી ગયું છે. હવે આગામી સિઝનની હરાજી માટે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આવતીકાલે એટલે કે શનિવાર, 12 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે, બેંગલુરુમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આ વખતે મેગા ઓકશન છે અને તેથી જ તે બે દિવસનો કાર્યક્રમ હશે. આ પહેલા જાણી લો હરાજીમાં કયા પાંચ બેટ્સમેન પૈસાનો વરસાદ કરી શકે છે.
 
શિખર ધવન, (Shikhar Dhawan, India) - બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ
 
ભારતનો શાનદાર બેટ્સમેન શિખર ધવન IPLની છેલ્લી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો. જો કે, હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા તેમને રીલિઝ કરવામાં આવ્યો હતા. મેગા ઓક્શનમાં ધવનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ધવન હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બની શકે છે.
 
 
ડેવિડ વોર્નર   (David Warner, Australia) - બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ
 
 
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદે જાળવી રાખ્યો નથી. મેગા ઓક્શનમાં તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. આ વખતે ઘણી ટીમો કેપ્ટનને શોધી રહી છે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ ડેવિડ વોર્નરને ખરીદી શકે છે અને તેને આ જવાબદારી સોંપી શકે છે. વોર્નર હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બની શકે છે.
 
 
શ્રેયસ અય્યર (Shreyas Iyer, India) - બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ
 
IPL 2022માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરનાર શ્રેયસ અય્યર આ વખતે કઈ ટીમ સાથે રમતા જોવા મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે. રિપોર્ટ અનુસાર, કેપ્ટનશિપના અભાવને કારણે તેણે પોતે દિલ્હી કેપિટલ્સથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. હરાજીમાં તેમને ખરીદવા માટે તમામ ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
 
ક્વિન્ટન ડી કોક (Quinton De Kock, South Africa)  - બેઝ  પ્રાઈસ  રૂ. 2 કરોડ
 
મુંબઈ ઈન્ડિયન્સ માટે લાંબા સમયથી શાનદાર પ્રદર્શન કરનાર દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ઓપનર ક્વિન્ટન ડી કોક પણ આ વખતે હરાજીમાં સામેલ છે. તમામ ટીમો હરાજીમાં ડેકોક માટે મોટો દાવ લગાવી શકે છે.
 
 
ઈશાન કિશન  (Ishan Kishan, India) - બેઝ  પ્રાઈસ  રૂ. 2 કરોડ
 
 
યુવા ભારતીય ક્રિકેટર ઈશાન કિશન આઈપીએલ 2020 અને 2021માં પોતાના જોરદાર પ્રદર્શનથી ચર્ચામાં આવ્યો હતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. લખનૌથી લઈને ચેન્નાઈ સુપર કિંગ્સ સુધીની તમામ ટીમો કિશનને ખરીદવા માટે દરેક વસ્તુ પર દાવ લગાવી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL Auction 2022: અહી જુઓ 590 ખેલાડીઓની આખી લિસ્ટ અને તેમની બેસ પ્રાઈસ, જાણો નીલામી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો