Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2022: ન ઈશ્ક મે ન પ્યાર મે, જો મજા હૈ મુંબઈ ઈંડિયંસ કી હાર મે... મેચ પછી ટ્વિટર પર મચ્યુ ઘમાસાન

mumbai indians
, સોમવાર, 25 એપ્રિલ 2022 (10:11 IST)
કેએલ રાહુલની 103 રનની શાનદાર રમત અને કૃણાલ પંડ્યા (3/19)ની ઘાતક બોલિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રવિવારે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી હતી. આ સિઝનમાં મુંબઈની આ સતત આઠમી હાર છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે મુંબઈને આટલી બધી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હોય.

 
મુંબઈની હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું. ટ્વિટર પર એકથી વધુ મીમ્સ શેર કરવામાં આવ્યા હતા અને ચાહકોએ તેમની નારાજગી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ થઈ રહી છે અને આ જ કારણ છે કે ટીમ ન તો મોટો સ્કોર કરી શકી છે અને ન તો મોટા સ્કોરનો પીછો કરી શકી છે.

 
ટ્વિટર પર કોઈએ લખ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ મંદિરનો ઘંટ બની ગઈ છે, જે અહીં આવનારા તમામ લોકો વગાડી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ન ઈશ્ક મે ન પ્યાર મે, જો મજા હૈ મુંબઈ ઈંડિયંસ કી હાર મે... તેવી જ રીતે હજારો ટ્વિટ કરવામાં આવ્યા હતા. જેમાં મુંબઈ વિશે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી
મુંબઈ આ સિઝનમાં ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતર્યું હતું, જેનું કારણ હતું કે તેની બોલિંગ અને બેટિંગ બંને સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. ટીમને જેનુ નુકશાન સહન કરવુ પડ્યુ અને સતત હારનો સામનો કરવો પડ્યો. પ્લેઓફમાં પહોંચવાની મુંબઈની આશા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ છે. બાકીની મેચોમાં ટીમ પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટના કુવાડવાના ગામે ધોરણ 6ની વિદ્યાર્થિનીને રસ્તામાં આંતરી 2 શખસોએ અવાવરૂ સ્થળે લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું