Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

DC vs KKR: દિલ્હી કેપિટલ્સની નિકટની મેચમાં જીત, કોલકાતાની સતત 5મી હાર

delhi
મુંબઈ. , ગુરુવાર, 28 એપ્રિલ 2022 (23:58 IST)
દિલ્હી કેપિટલ્સને ગુરુવારે IPL 2022માં ચોથી જીત મળી હતી. ટીમ (દિલ્હી કેપિટલ્સ) એ તેમની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં ટીમે બીજી વખત કોલકત્તાને હરાવ્યું હતું. મેચમાં પહેલા રમતા KKRએ 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી. તેણે 3 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.. જવાબમાં દિલ્હીએ 19 ઓવરમાં 6 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વોર્નર 42 રન બનાવીને આઉટ થયો હતો. KKR સતત પાંચમી મેચ હારી ગયું. ટીમ  અત્યાર સુધી 9 માંથી માત્ર 3 મેચ જીતી શકી છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. સાથે જ, દિલ્હી અત્યાર સુધી 4 મેચ હારી છે.
 
લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. પૃથ્વી શોને પ્રથમ બોલ પર ઉમેશ યાદવે આઉટ કર્યો હતો. નંબર-3 પર ઉતરેલ મિચેલ માર્શ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તે 7 બોલમાં 13 રન બનાવીને ફાસ્ટ બોલર હર્ષિત રાણાનો શિકાર બન્યો હતો. આ મેચથી હર્ષિત આઈપીએલમાં ડેબ્યૂ કરી રહ્યો હતો. દિલ્હીએ માત્ર 17 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.
 
નરેનની IPLમાં 150 વિકેટ
મેચમાં એક વિકેટ સાથે સુનીલ નરેન IPLમાં 150 વિકેટ લેનારો 9મો ખેલાડી બની ગયો છે. તેણે લલિત યાદવ (22)ને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. નરેન આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 150 વિકેટ લેનારો પહેલો વિદેશી સ્પિનર ​​પણ બની ગયો છે.
 
વોર્નર અને લલિતની પાર્ટનરશિપ
પહેલી બે વિકેટ માત્ર 17 રનમાં ગુમાવ્યા પછી દિલ્હીની ઈનિંગ મુશ્કેલીમાં જોવા મળી હતી. જોકે, ડેવિડ વોર્નર અને લલિત યાદવે ત્રીજી વિકેટ માટે 49 બોલમાં 65 રન જોડી ટીમને મેચમાં કમબેક કરાવ્યું હતું. આ પાર્ટનરશિપ ઉમેશ યાદવે વોર્નરને આઉટ કરીને તોડી હતી. વોર્નરે 26 બોલમાં 42 રન કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPLના ફ્લોપ શો વચ્ચે વિરાટ કોહલીનો આ Video થયો વાયરલ, લોકો કરી રહ્યા છે ટ્રોલ