Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL માટે ઘણું જ સખત બાયો-બબલ.- સ્ટેડિયમમાં 2 મેડિકલ ટીમ હાજર રહેશે.

IPL માટે ઘણું જ સખત બાયો-બબલ.-  સ્ટેડિયમમાં 2 મેડિકલ ટીમ હાજર રહેશે.
, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (11:18 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ના બીજા ફેજના મેચ ખાલી સ્ટેડિયમમાં નહી રમાશે. 19 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થનારી ફેજ-2ની બીજી મેચને જોવા માટે ફેન્સ સ્ટેડિયમમાં આવી શકશે.  બીજા ફેજની મેચ ખાલી સ્ટેડિયમમાં નહીં રમાય. 
 
આઈપીએલનું સુરક્ષિત આયોજન કરવા માટે બીસીસીઆઈએ સતત બીજા વર્ષે યુએઈની વીપીએસ હેલ્થકેરને પાર્ટનર બનાવ્યું છે. તે લીગ સમયે ઇમરજન્સી મેડિકલ સર્વિસ, સ્પોર્ટ્સ માટેની દવા તથા તેનો સપોર્ટ, ડોક્ટર ઓન કોલ, એમ્બ્યુલેન્સ, એર એમ્બ્યુલેન્સની સુવિધા ઉપબબ્ધ કરાવશે.તેમણે સ્પોર્ટ્સની દવાઓ અને કોવિડ-19 મેનેજમેન્ટ માટે 100 સભ્યોની ટીમ બનાવી છે. જે ખેલાડીઓ અને અન્ય લોકોની મદદ કરશે. દરેક મેચ માટે સ્ટેડિયમમાં 2 મેડિકલ ટીમ હાજર રહેશે. જેમાં ડોક્ટર્સ, નર્સ, પેરામેડિક્સ અને લેબ ટેક્નીશિયન હશે.બીજા ચરણમાં ઓછી મેચ હોવા છતાં કોવિડ ટેસ્ટ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં નવા મંત્રીમંડળ શપથવિધિ માટે મંત્રીઓને ફોન આવવાના શરુ