Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL Sponsorship: ડ્રીમ 11 બની આઈપીએલની ટાઈટલ સ્પોન્સર

IPL Sponsorship: ડ્રીમ 11 બની આઈપીએલની ટાઈટલ સ્પોન્સર
, મંગળવાર, 18 ઑગસ્ટ 2020 (17:52 IST)
આઈપીએલ 2020 માટે ચાઈનીઝ કંપની વિવોની જગ્યાએ નવા ટાઈટલ સ્પોન્સરનું એલાન થઈ ગયું છે. વિવોએ સિઝન 13થી હટી જવાનો નિર્ણય કર્યા બાદ Dream 11ને આ વર્ષે આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશિપ મળી છે. Dream 11એ 222 કરોડમાં આઈપીએલ 2020 સિઝન માટે સ્પોન્સરશિપ રાઈટ્સ ખરીદ્યા છે.
 
આ બોલી વિવોના વાર્ષિક 440 કરોડ રૂપિયાથી 190 કરોડ રૂપિયા કરતાં પણ વધારે ઓછી છે. ટાઈટલ સ્પોન્સરની હોડમાં ટાટા સમૂહ પણ સામેલ હતો. આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી આ વર્ષે યુએઈમાં થશે.
 
જણાવી દઈએ કે, આ પહેલાં ભારત અને ચીન વચ્ચે વધતાં વિવાદને કારણે BCCIએ આ સિઝન માટે વિવોને સ્પોન્સરશિપ માટે હટાવવાનો નિર્ણય કર્યો હતો. વિવોને 2018થી 2022 સુધી પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયામાં આઈપીએલ ટાઈટલ સ્પોન્સરના અધિકાર હાંસલ કર્યા હતા. આગામી વર્ષે વિવો ફરીથી ટાઈટલ સ્પોન્સર તરીકે પરત ફરશે.
 
આ બોલીમાં અનએકેડમી દ્વારા 210 કરોડ અને ટાટા ગ્રૃપ દ્વારા 180 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. એજ્યકેશન એપ બાયજુજે પણ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આઈપીએલ 2020નો કાર્યક્રમ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 53 દિવસો સુધી ચાલશે. આઈપીએલ ફાઈનલ 10 નવેમ્બરે રમાશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Effect: ઑનલાઇન મીટિંગમાં ભાગીદાર સાથેનો રોમાંસ, કેમેરો ચાલુ થયો