Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

આઈપીએલ 10 - ઓપનિંગ સેરેમનીમાં ડાંસ માટે એમી જેક્શનની ટ્વિટર પર જોરદાર કમેંટ્સ

આઈપીએલ 10
નવી દિલ્હી. , ગુરુવાર, 6 એપ્રિલ 2017 (10:30 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ, મતલબ આઈપીએલના 10માં સંસ્કરણની ધમાકેદાર અને રંગારંગ શરૂઆત હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશનલ સ્ટેડિયમમાં બોલીવુડ અભિનેત્રી એમી જેક્શને પોતાના ડાન્સ પરફોર્મેંસથી કરી, પણ માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરને તેમનો ડાંસ બિલકુલ ગમ્યો નથી. એમી જેક્શનના ડાંસ વિશે લોકોએ સો પેથેટિક (બિલકુલ નિરાશાજનક કે બકવાસ)  ખૂબ જ હાસ્યાસ્પદ, લડખડાતો ડાંસ અને સારો નહી જેવા વિશેષણોનો ઉપયોગ કર્યો. એમીનો ડાંસ પરફોરમેંસ ખતમ થતા જ તેમના વિરુદ્ધ ક્રૂર અને નિર્દયી કમેંટ આવવા શરૂ થઈ ગયા હતા અને તે ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગી હતી. 
 
એક ટ્વીટ મુજબ એમી જેક્સનનો ડાંસ બિલકુલ નિરાશાજનક હતો.  28 ડાંસ શિક્ષકોએ હંમેશા માટે પોતાની અકાદમી બંધ કરી દીધી છે અને કાશી ચાલ્યા ગયા છે. એક ટ્વીટમાં એમી જેક્શનના ડાંસને ખૂબ જ હાસ્યાસ્પદ બતવાય ગયુ. જ્યારે કે એક અન્ય ટીટમાં સની દેઓલને એમી જેક્સન કરતા વધુ ડાંસર બતાવ્યો છે. 
 
એમી જેક્સને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશનલ સ્ટેડિયમમાં પરફોર્મ કર્યુ હતુ.. 
 
આઈપીએલ 10ના ઉદ્દઘાટન સમારંભ દરમિયાન એમી જેક્શને લાલ અને સોનેરી રંગની પોશાકમાં પરફોર્મ કર્યુ હતુ. તેને કાલા ચશ્મા અને ઓમ શાંતિ ઓમ જેવા ગીતો પર ડાંસ કર્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ECનો કેજરીવાલ પર પલટવાર, કહ્યુ સાબિત કરે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી