Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL - સમગ્ર ગુજરાતમાં સટ્ટાબજારમાં આરસીબીનો બેટિંગ રેટ સૌથી વધુ

IPL - સમગ્ર ગુજરાતમાં સટ્ટાબજારમાં આરસીબીનો બેટિંગ રેટ સૌથી વધુ
, મંગળવાર, 4 એપ્રિલ 2017 (17:09 IST)
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૦મી સિઝનનો બુઘવારથી વાજતે-ગાજતે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આઈપીએલ-૧૦ના આરંભ પૂર્વે સટ્ટાબજારમાં ગરમી વધી રહી છે. આઇપીએલનો સટ્ટો રમવા માટે અમદાવાદ સહિત ગુજરાતના બુકીઓ અને સટોડિયાઓએ પોતાનું નેટવર્ક ગોઠવી દીધું છે. પોલીસથી બચવા માટે અમદાવાદની આસપાસ આવેલાં ફાર્મહાઉસ અને મકાનો ભાડે રાખીને ક્રિકેટ સટ્ટાનાં બજાર શરૂ કરી દીધાં છે. ફક્ત અમદાવાદ શહેરમાંથી જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાય તેવી શક્યતા છે. 
આઈપીએલની પ્રથમ મેચ હજુ રમાઈ પણ નથી ત્યાં સટોડિયાઓએ આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટ્રોફી જીતશે તેવી આગાહી કરીને જોરદાર સટ્ટાખોરી ચાલુ કરી દીધી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નોટબંધીના કારણે દેશમાં રોકડ રકમની અછત હોવાથી સટોડિયાઓ હવે આઈપીએલ માટે પોતાની પ્રોપર્ટી અને ગોલ્ડને દાવ પર લગાવી રહ્યા છે. 
આઈપીએલ-૧૦માં એક અંદાજ અનુસાર કુલ રૂ. ૨૦૦૦ કરોડની રકમ દાવ પર લગાવવામાં આવશે એવું અનુમાન છે.  દુનિયાના કેટલાક દેશોમાં બેટિંગ એટલે કે સટ્ટાબાજીને કાનૂની મંજૂરી હોવાથી એ દેશોમાં સટોડિયાઓ ‘બેટ ફેર’ અને ‘બેટ ૩૬૫’ જેવા બેટિંગ એપ્સ મારફતે સટ્ટો રમી રહ્યા છે. ભારતમાં સટ્ટાબાજીને કાનૂની માન્યતા પ્રાપ્ત નથી અને તેથી બુકીઓએ આ વર્ષે આઈપીએલમાં પોલીસથી બચવા માટે ૩૫થી વધુ બેટિંગ એપ્સનો સહારો લઈ રહ્યા છે. સટ્ટાબજારમાં આરસીબીનો બેટિંગ રેટ સૌથી વધુ છે.  
રિપોર્ટ અનુસાર ૧૦૦ રૂપિયાના બદલામાં આરસીબી માટે ૩.૭૫નો રેટ સટ્ટાબજારમાં ચાલી રહ્યો છે. આઈપીએલ જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારે ઓનલાઈટ સાઈટસ પર હાર જીતની શરતો લાગતી જોવા મળી રહી છે. આ માટે બેટ ૩૬૫ અને બેટ ફેર મહત્ત્વના એપ્સ છે, જેને કેટલાક દેશોમાં કાનૂની માન્યતા મળી છે. બીજી બાજુ સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલ રોકવા માટે પોલીસે પણ પોતાની વોચ વધારી છે, પરંતુ સટોડિયાઓ કોઈને કોઈ રસ્તો શોધીને સટ્ટાને અંજામ આપવામાં સફળ રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટણ જિલ્લામાં ૨૦૯૧૩૦ માઈગ્ન્ટ પક્ષીઓ નોંધાયા, યાયાવર, ફ્લેમીંગોની જુજ સંખ્યા