સાહિત્યમાં ઉર્મિ કૃષ્ણ સુધી એક એવી વ્યક્તિનુ નામ છે જેમણે સરળ, સહજ લેખની દ્વારા એક વિશેષ સ્થાન મેળવ્યુ છે. અનેક પુરસ્કાર અને સન્માન કરવામાં આવ્યા છે. ઉર્મિજીનું જીવન પ્રરણાસ્પદ ઉદાહરણોથી સજેલુ છે. વર્તમાનમાં ઉર્મિજી અંબાલા છાવણીમાં આવેલ વાર્તાલેખન મહાવિદ્યાલયના નિદેશક છે.
છેલ્લા 36 વર્ષોથી નિયમિતરૂપે પ્રકાશિત પત્રિકા'શુભતારિકા'ની સંપાદક છે. 40 વર્ષોથી ઉર્મિજીની સૃજનયાત્રા નિર્વિરૂપે ગતિમાન છે. તેઓ લેખનની લગભગ દરેક વિદ્યામાં આકર્ષક અને સ્પષ્ટ રૂપે અભિવ્યક્ત થઈ છે. ખાસ કરીને, હાસ્ય-વ્યંગ્ય, યાત્રાવૃત, વાર્તા, સંસ્મરણ, ઉપન્યાસ અને બાળ સાહિત્ય તેમની સૃજન વિદ્યાઓ છે.
ગૃહનગર ઈન્દોર આગમનના દરમિયાન ઉર્મિજી સાથે વેબદુનિયા ટીમે વિવિધ વિષયોને લઈને વિસ્તારપૂર્વક વાતચીત કરી. પ્રસ્તુત છે વરિષ્ઠ લેખિકા ઉર્મિ કૃષ્ણ સાથે વાતચીત -
તમારી સૃજનયાત્રાના મુખ્ય પડાવો શુ રહ્યા ?
મારી યાત્રા ઈન્દોરના સાહિત્ય સમિતિથી દ્વારા શરૂ થઈ. તે દિવસો દરમિયાન હું નાની-નાની વાર્તાઓ લખતી હતી. રેડિયો સ્ટેશન પરથી પ્રસારિત થવી શરૂ થઈ. અહીંથી રજૂ યાત્રા મહારાજ કૃષ્ણ જૈન સુધી પહોંચી અને ત્યારબાદ હવે શુભતારિકાનુ સંપાદનના ભાર સાથે આ યાત્રા ચાલુ છે. શ્રી કૃષ્ણ વાર્તા મહાવિદ્યાલયના નિદેશક હતા. મેં તેમની પાસેથી ઘણું માર્ગદર્શન મેળવ્યું. તે દરમિયાન તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ. વાત એમ હતી કે મહારાજ કૃષ્ણ જૈન પોલિયો ગ્રસ્ત હતા તેથી આ નિર્ણયે મારા પરિવારને ઘણું પ્રભાવિત કર્યુ.
આ ક્ષણ કેટલી પડકારરૂપ હતી, જયારે જાતિ, ધર્મ, સંપ્રદાય અને શાસકીય સેવાથી નિવૃતિ લઈને તમે આ નિર્ણય લીધો હશે.
તે ક્ષણ ખૂબ જ સંઘર્ષપૂર્ણ હતી અને તનાવવાળા પણ. એક શ્રીમંત પરિવારની છોકરીનો નિર્ણય એક એવી વ્યક્તિની પસંદગી, જે ચાલી-ફરી શકતો પણ નથી, જરૂર પરિવારને માટે કષ્ટદાયક હતી. બે વર્ષ મને એડજસ્ટ થવામાં લાગ્યા,પછી સામાન્ય થઈ ગયુ. પરિવાર સિવાય સાસરીવાળાઓએ પણ ખૂબ જ સહયોગ અને સન્માન આપ્યુ.
લેખનની એ કંઈ વિદ્યા છે જેમા તમે પોતાની જાતને સહજ અનુભવો છો ?
આમ તો મેં બાળ સાહિત્ય, વ્યંગ્ય, ઉપન્યાસ, યાત્રાવૃત નાના-નાના આલેખ લખ્યા. પરંતુ વાર્તા-લેખન એક એવી વિદ્યા રહી જે મેં સરળતાથી અપનાવ્યું. મારી જાતને વધુને વધુ અભિવ્યક્ત કરવામાં વાર્તા સક્ષમ રહી. કારણ કે આપણે જે કાંઈ જોઈએ છીએ, અનુભવીએ છીએ એ જ વાર્તાના માધ્યમથી રેખાંકિત કરીએ છીએ. એક સ્ત્રી બીજાનુ ચરિત્ર અને જીવનને ઊંડાણથી અનુભવી શકે છે.
વર્તમાન સમયમાં સ્ત્રી લેખન અને સ્ત્રી પર લેખન એક અભિયાન બની ગયુ છે. તમે લેખિકા છો, સ્ત્રી પણ છો, શુ તમે માનો છો કે સાહિત્યને આ રીતે વિભાજીત કરી શકાય છે ?
-મને લાગે છે કે ભાવનાઓમાં સ્ત્રી એક જ સ્તર પર જીવે છે પરંતુ લેખનમાં તેમનો પોતાનો પરિવેશ અને અનુભવ વ્યક્ત થાય છે. હું સાહિત્યને આ રીતે વિભાજીત કરવાના પક્ષમાં નથી.
સાહિત્યમાં હાલ મૂલ્યો વિઘટિત થઈ રહ્યા છે, શુ આપ એવુ માનો છો ?
સાહિત્ય એક દર્પઁણ છે. સમાજ પણ, સમયની જે સ્થિતિ છે તેનુ ઘણી અસર સાહિત્ય પર પડે છે. જે રીતે દર્પણમાં જોઈને આપણે ચહેરાના ડાગ-નિશાનોને ઠીક કરીએ છીએ. તે જ રીતે સાહિત્ય પણ સમાજનો ચહેરો બતાવે છે. પરંતુ જરૂરી છે કે સાહિત્ય પોતાની અંદર પણ સુધાર લાવે નહી તો ટકી નહી શકે.
સમયની ચારણીમાં ચળાઈને જે સાહિત્ય બચશે તે જ સાહિત્ય અસલી સાહિત્ય હશે. સમયની આંધીમાં સમાજ પોતે પતનશીલ છે તો સાહિત્યમાં પણ તેનો પડછાયો આવે છે. પરંતુ સાહિત્યએ માર્ગદર્શકનુ કામ કરવું જોઈએ.
તમે વાર્તા લેખન મહાવિદ્યાલયની નિદેશક છો, શુ તમે માનો છો કે વાર્તામાં પ્રશિક્ષણ દ્વારા વધુ નિખાર લાવી શકાય છે ?
વાર્તા લખવી એ એક રચનાત્મક લેખન છે અને રચનાત્મક લેખન પ્રશિક્ષણથી વધુને વધુ નિખરે છે. માર્ગદર્શનની જરૂર દરેક વિદ્યામાં હોય છે. લેખનમાં નિપુંણ હોવુ એ ઈશ્વરીય વરદાન હોઈ શકે છે, પરંતુ તેને સાચવી રાખવાની જવાબદારી આપણી છે. તેથી પ્રશિક્ષણની જરૂર હંમેશા દરેક ક્ષેત્રમાં હોય છે.
સાહિત્ય એક એવો દિવો છે, જે હથેળીની ઓટથી પ્રકાશ આપે છે. સાહિત્ય પર સમાજને દિશા આપવાની જવાબદારી છે તેથી તેમા નિખાર લાવવા માટે સુયોગ્ય માર્ગદર્શન જરૂરી છે.
છેલ્લા 36 વર્ષોથી પત્રિકા શુભંતારિકા નિયમિત રૂપે પ્રકાશિત થઈ રહ્યુ છે. સંપાદન દરમિયાન મુખ્ય રૂપે તમને કયા પડકારોનો સામનો કરવો પડ્યો ?
આમ તો મહારાજ કૃષ્ણજીની સામે જ હું પત્રિકાને થોડુ-ઘણું કામ જોઉં છુ. શરૂઆતમાં સાઈક્લોસ્ટાઈલ નીકળતી હતી. આજે તેનુ ક્ષેત્ર એટલુ વ્યાપક થઈ ગયુ છે કે ભારત સિવાય લગભગ 15 દેશો સુધી પહોંચી રહ્યુ છે.
શુભંતારિકાના તત્વાવધાનમાં અહિન્દી ક્ષેત્રોમા લેખન શિબિર આયોજીત થાય છે, તેની રૂપરેખા જણાવો ?
આ બે ત્રણ દિવસનો કાર્યક્રમ હોય છે. એક તરફ કાર્યશાળા હોય છે જેમા નવા લેખકો અને સ્થાપિત લેખકો વચ્ચે સંવાદમાં મદદ મળી રહે છે. નવા લેખક પોતાની ઉણપોને જાણી લે છે. અને તાત્કાલિક સુધાર પણ કરી શકે છે. સાથે સાથે અનુભવી લેખકોની સાથે રહીને જીવન અને સાહિત્યના વિવિધ વિષયો પર પણ ચર્ચા કરી શકે છે.
આમ તો તમને અનેક પુરસ્કારો મળ્યા છે પરંતુ સૌથી વધુ કંઈ કૃતિના સન્માનિત થવાથી તમને આનંદ થયો ?
આમ તો દરેક પુરસ્કાર આનંદ આપે છે કારણ કે તે અમારા સૃજનની વ્યાપક સ્વીકૃતિ હોય છે. પરંતુ 'મન યાયાવર' યાત્રા વૃતાંતના સન્માનિત થવાથી વિશેષ ખુશી થઈ કારણકે તે મારા પોતાના યાત્રા સંસ્મરણ હતા. જે યાત્રા મેં મારા પતિની સાથે સંપન્ન કરી હતી અને લેખનના ઘણા બીજ આ યાત્રાઓમાંથી એકઠા કર્યા હતા. તેથી જ્યારે 'મન યાયાવર' સન્માનિત થયુ તો મારી પ્રશંસા ચરમ સીમા પર હતી.
નવ લેખકોને શુ સંદેશો આપવા માંગો છો ?
હું પણ તમારા લોકોની વચ્ચેથી જ આવી છુ, તેથી સંદેશ આપવાની શ્રેણીમાં હુ પોતાની જાતને સમાવતી નથી. છતાં એટલુ કહેવા માંગુ છુ કે લેખન હોય કે ગમે તે ક્ષેત્ર હોય અચાનક સફળતા ક્યારેય મળતી નથી. એવુ કહેવાય છે કે શિખર પર હંમેશા જગ્યા ખાલી જ હોય છે. પરંતુ તમે સીધા ત્યાં નથી પહોંચી શકતા. તમને પગ પહેલા તો પ્રથમ પગથિયા પર જ મુકવો પડશે. નીચે થઈને જ તમે ઉપર જઈ શક્કો છો. તેથી તત્કાલ સફળતાના સપના જોવાને બદલે તમારા કાર્યમાં ઈમાનદારીથી સફળતા મેળવો. શિખરનો પથ સરળ થઈ જશે.