એક મુલાકાત - ડો. હાર્ડિયા સાથે
(ભીકા શર્મા સાથે સતમીત કૌર)
આ સુંદર દુનિયાની રંગીત જોવા માટે જરૂરી છે આંખો. આંખોને નવજીવન પ્રદાન કરનારા ડો. પ્રતાપ સિંહ હાર્ડિયા આજ સુધી સાડા છ લાખથી પણ વધુ સફળ ઓપરેશન કરી ચૂક્યા છે. ચિકિત્સા ક્ષેત્રમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપવા માટે ગિનિઝ બુક ઓલ્ફ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામે નોંધાવી ચૂકેલા ડો. હાર્ડિયા સાથે વાતચીતના થોડાક અંશ :
શાળાન સમયે તમે શુ બનવાનું સપનુ જોતા હતા ?
ખૂબ તોફાની પ્રકારનો છોકરો હતો હું. તેથી મારા પપ્પાએ મને મલ્હારાશ્રમમાં દાખલ કર્યો. જ્યાં રહેવાથી મને એકલા રહીને જાતે કામ કરવાની આદત પડી ગઈ. અને તેમની ઈચ્છા અને આશીર્વાદથી જ હું મેડિકલ કોલેજમાં દાખલ થઈ ગયો. પરંતુ ત્યારે હું એવુ માનતો હતો કે ડોક્ટર બની જઈશ તો ઈશ્વરની બરાબરી કરી લઈશ. ત્યારે મારા પિતાજીએ મને સમજાવ્યુ કે ડોક્ટર એટલેકે બીજી માઁ હોય છે. તેથી ગરીબોને સેઅ કરજે અને પૈસા પાછળ કદી ન ભાગીશ. બસ, આજે જે પણ કંઈ છુ એ એમના માર્ગદર્શનને કારણે જ છુ.
અત્યાર સુધી તમે કેટલા સફળ ઓપરેશન કરી ચૂક્યા છો ?
અત્યાર સુધી સાડા છ લાખથી પણ વધુ સફળ ઓપરેશન કરી ચૂક્યો છુ, અને હવે તો ગણતરી કરવાની જરૂર નથી, અને એવોર્ડ મેળવવાની ઈચ્છા પણ બચી નથી.
તમે તો ગ્રિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તમારું નામ નોંધાવી ચૂક્યા છો, કેવુ અનુભવો છો ?
હા, પણ તેમા નામ નોંધાવવાથી કાંઈ હું મોટો નથી થઈ ગયો. મારુ તો કામ જ મોટું છે. જો હું મારું કામ નિષ્ઠ અને ઈમાનદારીથી કરીશ તો એ જ મોટી વાત હશે. મારા પપ્પાએ મને ધુન લગાવી દીધી હતી કે શરીરમાં આંખ જ સૌથી મહત્વપૂર્ણ હોય છે. વિઝન વગર આંખ બેકાર હોય છે. મારો એ પ્રયત્ન રહે છે કે વિશ્વાસ લઈને દૂર-દૂરથી આવતા દર્દીઓને હું કદી નિરાશ નથી કરતો.
શુ તમારા હોસ્પિટલમાં ગરીબોને વિશેષ છૂટ આપવામાં આવે છે ?
જી, હા. હોસ્પિટલમાં આવનારા બધા રોગીઓને હું મદદ કરું છુ. જો હું 24 કલાક કામ કરીને પગાર મેળવતા પોલીસ કર્મચારીઓ પાસેથી ફી લઉં તો તેઓ કોઈ બીજાને લૂંટીને મારી ફી ભરશે. તો મને એવો પૈસો નથી જોઈતો જે મહેનતનો ન હોય.
તમારી ઉપલબ્ધિયો વિશે કંઈક જણાવો ?
હા, કેટલીક સુવિદ્યાઓ એવી છે જેની શરૂઆત મેં કરી પછી તેનુ અનુકરણ થયુ. જીએ એશિયમાં લેઝર મશીન પહેલા મેં જ શરૂ કરી હતી અને આર્કની સર્જરી તો ફક્ત રશિયા કે અમેરિકામાં જ થતી હતી. બાળકોના નંબર વધવાની ફરિયાદને કેવી રીતે રોકવી અને તેના પર રિસર્ચ કર્યુ અને તેમની મદદ માટે સતત કાર્ય કરતો રહ્યો છુ.
મફત શિબિરનુ આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય શુ છે ?
અમે બે વાર શિબિરનુ આયોજન કરીએ છીએ. એક 19 માર્ચના રોજ જ્યારે મારા પિતાજીનો જન્મદિવસ હોય છે અને બીજો તેમની પુણ્યતિથિ એટલેકે 10 ઓગસ્ટ પર શિબિરનુ આયોજન કરીએ છીએ. આ પ્રક્રિયા 1981થી સતત ચાલુ છે.
તમારી સક્રિયતાનુ રહસ્ય શુ છે ?
મારા જવાનીના દિવસોમાં વેટ લિફ્ટીંગ કરતો હતો. અને સૌથી મોટી વાત છે શુધ્ધ ભાવના હોવી. ભાવના શુધ્ધ હોય તો મનુષ્ય પોતાના દરેક કામ ઠીક રીતે જ કરશે.
આજની તારીખે લોકો કલાકો સુધી કોમ્યુટરની સામે બેસીને કાર્ય કરે છે આવામાં આંખોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય ?
આંખોની વચ્ચે એક 1 મિમીનો પડદો હોય છે, જેને મૈક્યૂલા કહે છે. તેથી સતત મૈક્યૂલાને વ્યસ્ત રાખવુ નુકશાનદાયક છે. તેથી સતત કોમ્યુટર પર કામ કરનારાઓએ થોડા-થોડા અંતરે આંખોને આરામ આપવો જોઈએ. અહીં સુધી કે ડાયરેક્ટ લાઈટનો સામનો કરવો અને ટીવી જોવાથી પણ મેક્યૂલા ખરાબ થવાની સંભાવના રહે છે.
શુ સર્જરી કર્યા વગર ચશ્મા છોડાવી શકાય છે ?
સર્જરી તો કરવી જ પડે છે. હું નથી માનતો કે તંત્ર-મંત્ર, તાવીજ કે કોઈ પન પ્રકારની દવાઓથી ચશ્માના નંબર ઉતરી શકે છે. કારણ કે ચશ્મા લાગવાનુ કારણ જ આંખો મોટી કે નાની થવી હોય છે.
વેબદુનિયાના દર્શકોને શું સંદેશો આપવા માંગશો ?
કદી ધનને મહત્વ નહી આપવુ જોઈએ અને પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહેવુ જોઈએ.