Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'તૂતક તૂતક તૂતિયા'નો જાદુ ઉતર્યો નથી - મિલ્કીત સિંહ

'તૂતક તૂતક તૂતિયા'નો જાદુ ઉતર્યો નથી - મિલ્કીત સિંહ
W.D
પંજાબી આલ્બમોમાં પોતાના અવાજનો જાદુ પાથરી રહેલા જાણીતા પંજાબી ગાયક મિલ્કીતસિંહે વેબદુનિયાના સંવાદદાતાને આપેલી મુલાકાતના થોડાક અંશ..
.
પ્રશ્ન - આગામી સમયમાં તમે કયો નવો આલ્બમ લાવી રહ્યા છો ?
ઉત્તર - આ મહિનાના અંત સુધી હુ એક નવો આલ્બમ લઈને આવી રહ્યો છુ. જેનું શૂટિંગ મુંબઈ અને ન્યૂયોર્કમાં થયુ છે. આ આલ્બમમાં 10 નવા ગીતો છે. ભારતમાં આ આલ્બમને હું 10 ઓક્ટોબરના રોજ રજૂ કરી દઈશ.

પ્રશ્ન - પોપ ગીતોમાં તમે ઘણી પ્રસિધ્ધિ મેળવી પરંતુ ફિલ્મી ગીતો કે ગઝલ કેમ ગાતા નથી ?
ઉત્તર - આમાં મને રસ છે. જો હું હિન્દી ફિલ્મોમાં ગાઉં તો તેને માટે મને થોડા સમય સુધી ભારતમાં જ રોકાવું પડે. જેના વિશે હું હવે વિચારી રહ્યો છુ. અત્યાર સુધી હું લંડનમાં રહેતો હતો. તેથી મારુ હિન્દી ફિલ્મોમાં ગાવું શક્ય નહોતુ. મેં એક અંગ્રેજી ફિલ્મ માટે પણ ગીત ગાયુ છે. જેનુ શૂટિંગ ન્યૂયોર્કમાં થયુ હતુ.

પ્રશ્ન - ફિલ્મી ગીત અને આલ્બમ બંનેમાં શુ અંતર લાગે છે ?
ઉત્તર - જ્યારે આપણે ફિલ્મ માટે ગાઈએ છીએ તો દર્શકોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. અમારો પ્રાઈવેટ આલ્બમ તો ફક્ત પંજાબી લોકો સુધી જ સીમિત થઈને રહી જાય છે. ફિલ્મ અને આલ્બમ બંનેના ગીતોનુ રેકોર્ડિંગ તો એક જેવુ જ હોય છે. બંને માટે ગાવામાં એક જેવી જ મહેનત પડે છે, પણ ફિલ્મ માટે ગાતી વખતે ઉત્સાહ બમણો થઈ જાય છે.

પ્રશ્ન - જો તમને હિન્દી ફિલ્મો માટે ગાવા મળે તો તમે કયા કલાકાર માટે ગાવું પસંદ કરશો ?
ઉત્તર - આ તો પરિસ્થિતિ પર નિર્ભર કરશે. જેને માટે હું અહીંના પ્રોડ્યુસર માટે પણ કામ કરી રહ્યો છુ. તમને ખબર હોય તો હું ખુશ કિસ્મત છુ. જેનો આલ્બમ પંજાબીમાં પહેલો આલ્બમ હતો જે સન. 1987માં બન્યો હતો. મેં મુંબઈના બધા સ્ટુડિયોમાં શૂટિંગ કર્યા છે. ઉત્તમજી અને આદેશજી સાથે પણ મેં કામ કર્યુ છે.

પ્રશ્ન - તમારું કયુ ગીત સૌથી વધુ વખણાયુ ?
ઉત્તર - હુ અત્યાર સુધી 36 દેશોમાં પોગ્રામ આપવા ગયો છુ. ત્યાં મેં ઘણા ગીતો ગાયા છે, પરંતુ 'તૂ તક, તૂ તક તૂતિયા' જ એક માત્ર એવુ ગીત છે, જેનો જાદુ આજ સુધી દર્શકોના મગજમાં છવાયેલો છે. આ ગીત મને પણ ખૂબ જ પસંદ છે. દર્શકોની માંગને કારણે ઘણી વાર એક જ શો માં મને આ ગીતને ત્રણથી ચાર વાર ગાવું પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati