અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૩૧ ના રોજ તમિલનાડુના રામેશ્વરમમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલાબદ્દીન એક નાવિક હતા અને માતા અશિઅમ્મા ગૃહિણી હતા. માતાપિતાના ગુણો અને મૂલ્યોનો બાળપણથી જ તેમના પર પ્રભાવ હતો. પિતા પાસેથી પ્રામાણિકતા અને સ્વ-શિસ્તની ભાવના, અને માતા પાસેથી ભગવાનમાં વિશ્વાસ અને કરુણા ના ગુણો પ્રાપ્ત થયા. આ તેમના જીવનની સર્જનાત્મકતા માટે પ્રેરણા બની હતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી તેમણે નાનપણથી જ કામ કરવું પડ્યું. બાળક અવસ્થામાં કલામ તેમના પિતાને આર્થિક મદદ કરવા માટે શાળા પછીના સમયમાં અખબાર વેચવાનું કામ કરતા હતા.
એપીજે અબ્દુલ કલામનુ શિક્ષણ
શાળાના દિવસો દરમિયાન ડો. અબ્દુલ કલામ ભણવામાં સામાન્ય હતા પરંતુ હંમેશાં કંઇક નવું શીખવા માટે તૈયાર અને તત્પર રહેતા. તેમને ભણવાની ભૂખ હતી અને તે કલાકો સુધી ભણવામાં ધ્યાન આપતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ રામાનાથપુરમ શ્વાર્ટઝ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી કર્યું અને ત્યારબાદ સેન્ટ જોસેફ કોલેજમાં, તિરુચિરાપલ્લીમાં અભ્યાસ કર્યો, જ્યાંથી તેમણે 1954 માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા. ત્યારબાદ વર્ષ 1955 માં તેઓ મદ્રાસ ગયા જ્યાંથી તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. વર્ષ 1960 માં કલામે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો.તેના પિતા તેમને કલેક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ કલામને ખગોળશાસ્ત્રમાં રસ હતો. નાનપણથી જ તે આકાશમાં ઉડતા પક્ષીઓનાં રહસ્યો વિશે ઉત્સુક હતા.
એક વૈજ્ઞાનિક તરીકે ડો. કલામ
કલામે આપણા દેશ માટે ઘણું કર્યું છે પછી ભલે તે રાષ્ટ્રપતિ હોય કે વૈજ્ઞાનિક. જ્યારે તેઓ “INCOSPAR” સમિતિનો ભાગ હતા, ત્યારે તેમણે વિક્રમ સારાભાઈ નામના અવકાશ વૈજ્ઞાનિક હેઠળ કામ કર્યું છે. 1969માં કલામને ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા. પ્રોજેક્ટ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SLV-III) જે દેશનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો તેનું નેતૃત્વ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું,
1980માં પૃથ્વી મિસાઇલ”. તેઓ “ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ” (IGMDP)માં લીડ બન્યા હતા જેના માટે તેમણે 1983માં DRDOના ચીફ બનવું પડ્યું હતું. પૃથ્વી અને અગ્નિ તેમના દ્વારા આ મિશન હેઠળ વિકસાવવામાં આવ્યા હતા.
તેમણે મે 1998 માં તેમના જીવનની સૌથી મોટી સફળતાઓમાંથી એક હાંસલ કરી, ભારત દ્વારા “પોખરણ-2” પરમાણુ પરીક્ષણોમાં, તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ટીમનું નેતૃત્વ કર્યું. પરીક્ષણોની સફળતા પછી તે રાષ્ટ્રીય હીરો બન્યો અને તેની લોકપ્રિયતા વધી.
પરમાણુ કાર્યક્રમમાં ભૂમિકા
આપણે એ ક્યારેય ન ભૂલવુ જોઈએ કે ભારતે 1998માં જે પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ તેમા પણ ડો. કલામની વિશેષ્ટ ભૂમિકા હતી. એ સમયે તેઓ ડીઆરડીઓના પ્રમુખ હતા. હિન્દુસ્તાનને દુનિયાની મોટી તાકત બનાવવાને કારણે દેશના ઈતિહાસમાં તેમનુ નામ સ્વર્ણિમ અક્ષરથી લખવામાં આવશે.
દુનિયાના ગણ્યા ગાઠ્યા રાષ્ટ્રપ્રમુખ જ એવા હશે જેમણે તેમના જેટલી ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત હશે. વૈશ્વિક રાજનીતિમાં પણ તેમની મુખ્ય ભૂમિકા હતી. તેઓ ખૂબ મોટા માનવતાવાદી હતા. તેઓ મૃત્યુદંડ આપવાના વિરુદ્ધ હતા. ખાસ કરીને ન્યાયાલય દ્વારા.
એક રાષ્ટ્રપતિ તરીકે
NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) એ 2002માં કલામને ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા અને બાદમાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા. તેમણે 25મી જુલાઈ 2007 સુધી રાષ્ટ્રપતિ તરીકે 5 વર્ષ સેવા આપી, તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા. તેમના પ્રમુખપદ દરમિયાન, તેમની કાર્યશૈલી અલગ હતી અને લોકો, ખાસ કરીને યુવાનો સાથે ખૂબ જ સારું જોડાણ હતું.
ડો. કલામ જન્મથી મુસ્લિમ હતા પણ તેમનો જન્મ હિન્દુઓના એક મુખ્ય શહેર રામેશ્વરમમાં થયો હતો. ભારતીય સંસ્કૃતિ સાથે તેમનો ઉંડો સંબંધ હતો. તેમનુ પુસ્તક 'અગ્નિ કી ઉડાન' નવયુવાનો માટે પ્રેરણાદાયક છે. તેઓ પોતાના ભાષણોમાં પણ યુવાઓમાં જોશ ભરી દેતા હતા.
મુલાકાતી પ્રોફેસર
અબ્દુલ કલામ તેમના રાષ્ટ્રપતિ યુગના સમયના અંત પછી મુલાકાતી પ્રોફેસર બન્યા. તેઓ “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ” (IIM) અમદાવાદ, “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) ઇન્દોર, “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ” (IIM) શિલોંગમાં મુલાકાતી પ્રોફેસર બન્યા. અન્ના યુનિવર્સિટીમાં તેઓ એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા અને તેમણે માહિતી ટેકનોલોજી શીખવી.
તેમણે બેંગ્લોર અને તિરુવનંતપુરમ બંને “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી” (IISc) માં ઘણા વર્ષો સેવા આપી. તેમણે “ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી” (IIIT) હૈદરાબાદ અને બનાનાસ હિંદુ યુનિવર્સિટીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પણ શીખવી.