ભારતમાં સદીઓથી સ્ત્રીઓ પુંજાતી રહી છે. ક્યારેક એક દેવીની રૂપે તો ક્યારેક માતાના રૂપે અને આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહિલાઓને પણ આપણે દેવીથી ઓછુ સન્માન નથી આપતાં. આઝાદીના 60 વર્ષ થયા છતાં પણ આપણે તે મહાન નારીઓને નથી ભુલ્યા જેઓએ એક સમયે ભારત માતા માટે પોતાનો જીવ આપવાની પણ તૈયારી બતાવી હતી. તેઓ પણ દેશ માટે જેલમાં ગયાં હતાં અને એટલુ જ નહી પણ બ્રિટીશ સરકાર સામે હિંમત પુર્વક લડ્યાં હતાં. આઝાદી અપાવવા પાછળ ફ્કત પુરૂષોનો જ નહી પણ મહિલાઓનો પણ ખુબ જ મોટો ફાળો છે.
તો આવો જોઈએ એવી કેટલીક મહિલાઓના નામ જેઓએ પોતાના દેશ માટે મહાન ફાળો આપ્યો હતો. જ્યારે આપણે આવી મહાન મહિલાઓના નામ યાદ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણને રાણી લક્ષ્મીબાઇ યાદ આવી જાય છે. જેઓ પોતાના રાજ્યને બચાવવા માટે અંગ્રેજોની સામે લડ્યાં હતાં. તેમના પતિ ગંગાધર રાવનું મૃત્યું થયું ત્યારે તેઓને કોઇ પણ પુત્ર હતો નહી તો તેઓએ દત્તક પુત્ર લીધો અને અંગ્રેજોને પોતાનું રાજ્ય સોંપવાની ના પાડી દીધી. તેઓએ પોતાની સેનાને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર કરી અને તેઓએ પોતે પણ એક પુરૂષના કપડા પહેરીને યુધ્ધમાં ગયાં હતાં અને છેલ્લા શ્વાસ સુધી લડ્યાં હતાં.
તેઓએ અંગ્રેજો સામે યુધ્ધ કરવાનું પસંદ કર્યું હતું પણ તેઓને શરણે થવાનુ પસંદ નહોતું કર્યું. રાણી લક્ષ્મીબાઇ આજે પણ દરેક મહીલાઓ માટે એક પ્રેરણામૂર્તિ સમાન છે કે જે સ્ત્રીઓ આર્મીમાં છે અને પોતાના દેશ માટે કાઇક કરવા માંગે છે. આવી વીરાંગનાઓની આજે પણ ભારતમાં કાંઇ ઉણપ નથી.
કહેવાય છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો આવા એક બીજા મહાન મહિલા થઈ ગયાં જેમનું નામ હતું કસ્તુરબા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના પત્ની હતાં. જેઓએ ગાંધીજીને દરેક ક્ષણે હિંમત આપી હતી અને દરેક ક્ષણે તેમની સાથે જ હતાં. આઝાદી માટે જેટલી કુરબાનીઓ ગાંધીજીએ આપી છે તેટલી કુરબાનીઓ તેમના પત્ની કસ્તુરબાએ પણ આપી છે. તેઓ પણ આઝાદી માટે બે વખત જેલમાં ગયાં હતાં. અને જેટલાં કષ્ટ બાપુએ વેઠ્યાં હતાં તેટલાં જ કષ્ટ કસ્તુરબાએ પણ વેઠયા હતાં.
સરોજીની નાયડુએ પણ પોતાના દેશ માટે અમુલ્ય ફાળો આપ્યો છે. આઝાદીની ચળવળ વખતે જ્યારે ગાંધીજીને જેલમાં પુરી દીધા હતાં ત્યારે તેઓએ લગભગ 2000 જેટલાં સ્વયંસેવકો તૈયાર કર્યાં હતાં. તેઓ પોતે પણ જેલમાં ગયાં હતાં. ગાંધીજી અને ગોખલેના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ તેમને સલાહ આપી હતી કે તમે તમારી બધી જ શક્તિ દેશનાનો હીત માટે ઉપયોગ કરો. તેઓએ લોકોને પ્રેરણા પુરી પાડવા અને દેશભક્તિ માટે ઉત્સાહીત કરવા માટે ઘણા બધા આર્ટીકલ પણ લખ્યાં હતાં.
ઇંદીરા ગાંધી જે ભારતના પહેલા મહીલા વડાપ્રધાન હતાં તેઓએ ભારત માટે ખુબ જ મહત્વનાં કાર્યો કર્યાં હતાં. 1938માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં હતાં. અને ત્યાર બાદ 1959માં ભારતનાં વડાપ્રધાન તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તેઓએ ભારતના વિકાસને લગતાં ઘણા કાર્યો કર્યા હતાં. ભારતના પછાત વર્ગોને આગળ લાવવા માટે પણ તેઓએ ઘણા પ્રયત્નો કર્યાં હતાં.
તેવી જ રીતે મેડમ કામા, કમલા નહેરૂ, વીજયાલક્ષમી પંડિત, સુચીતા કૃપલાણી વગેરે જેવી મહાન નારીઓએ પણ ભારતના વિકાસ અને તેની આઝાદી માટે ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જે આજની નારીઓને પણ કાંઇક કરી બતાવવાની પ્રેરણા આપે છે અને સાથે સાથે એ પણ બતાવે છે કે એક સ્ત્રી ધારે તો ઘણુ બધુ કરી શકે છે. જેમકે હમણાનું જ એક તાજુ ઉદાહરણ લઇએ કલ્પના ચાવલા. કે જેનું એક અવકાશ યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું પણ તે મહિલાઓને ઘણુ બધુ કરવાની પ્રેરણા અને હિંમત આપતી ગઈ. આજે પણ ભારતમાં આવી મહાન નારીઓ છે જેને લીધે ભારત દેશ મહાન કહેવાય છે.