સંભવ છે કે 2050 માં વૈષ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે અને સન 2025 માં જ પ્રથમ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસની દર સર્વોચ્ચ થાય.
આવનાર વીસ વર્ષોમાં
* ભારત અમેરિકા,ચીન અને અન્ય દેશોને પાછળ છોડી દેશે. *અમેરિકા,કેનેડા,ઓસ્ટ્રેલિયા,રૂસ,બ્રિટન,ફ્રાંસ,જર્મની,જાપાન,યુરોપ,અને અરબ દેશ ભારતને ચીન,કોરિયા,ઇંડોનેશિયા,હાંગકોંગ સિંગાપુર,થાઇલેડ,પાકિસ્તાન,બાંગ્લાદેશની અપેક્ષા વધારે મહત્વ આપી રહ્યાં છે.ભારતના સાથે દરેક સ્તરે સંબંધ વધારવામાં તેમની દિલચસ્પી વધતી જોવા મળે છે.*ભારતની જનસંખ્યા ચીન કરતાં વધારે હશે. ભારતનો મધ્યમવર્ગ વિશ્વનો સૌથી મોટો ઉપભોકતા બજાર છે.* ભારતીય યુવા શક્તિ માત્રા તથા ગુણવત્તાની દષ્ટિથી સર્વાધિક ઉત્પાદક માનવ સંશાધન હશે.
* શિક્ષા,સ્વાસ્થ્ય,મનોરંજન,પર્યટન,કળા,સંસ્કૃતિ,વિજ્ઞાન,ઓદ્યૌગિક તથા સંચાર સેવાઓની દ્રષ્ટિથી ભારત ટોચ પર હશે. * સરકારી અને સંગઠીત ક્ષેત્રમાં નવા રોજગારના કારણે યુવા શક્તિ ઉદ્યમની તરફ પ્રવૃત્ત હશે જેને કારણે વ્યવસાય, વ્યાપાર, લઘુ ઉદ્યોગ તથા ગતિવિધીઓનો ઝડપથી વિકાસ થશે.
દુનિયાના વિભિન્ન દેશોની બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ વ્યવસાયીક સંસ્થાઓ ભારતમાં પોતાની શાખાઓ કે પછી સહાયક કંપનીઓ સ્થાપીત કરી લેશે. લગભગ એજ ઝડપથી ભારતીય વ્યાપારીક ઘરો પણ ટાટા અને લક્ષ્મી મિત્તલની શૈલીમાં વિદેશમાં પોતાનો વ્યાપાર વધારવાની કોશીષ કરશે. બે કરોડ ભારતીઓ વિદેશમાં પોતાની વિશેષજ્ઞ સેવાઓથી ધન અને યશ પ્રાપ્ત કરશે અને લગભગ 800 અરબ ડોલર એટલે કે 40000 અરબ રૂપીયા ભારત મોકલાવશે. પરંતુ ભારતીય કંપનીઓ પણ વીસ લાખ વિદેશી કંપનીઓની સેવાઓ લેશે. વૌશ્વિક આયાત-નિકાસ વ્યાપારમાં ભારતનું વર્તમાન યોગદાન 0.6 ટકાથી વધીને 2.0 ટકા થઈ જશે. ભારતીય સુચના પ્રધ્યોગીકી, આયુર્વેદ તેમજ જડીબુટ્ટીઓ, ઔષધીઓ, ખાદ્ય પદાર્થોતેમજ ફેશનના વસ્ત્રો, આભૂષણ તેમજ શ્રૃંગાર સામગ્રીની વિશિષ્ટ ઓળખાણ બનશે અને પશ્ચીમી દેશોની ઉપલબ્ધીઓને ગ્રહણ કરીને એક સમન્વીત સંસ્કૃતિનો વિકાસ થશે.
વધુમાં ભારતમાં વિદેશોથી મશીનરી, એંજીનીયરીંગ સામાન, પેટ્રોલીયમ ઉત્પાદન, રાસાયણીક ખનીજો, કોમ્પૂટર, ઉનના વસ્ત્રો, મોટર ગાડીઓ, દારૂ, કોલસો તેમજ ઉપભોક્તા સામગ્રીની આયાત ચાલુ રહેશે ત્યાં બીજી બાજુ વિદેશોને ભારતમાંથી જ આ વસ્તુઓની ભારે પ્રમાણમાં નિકાસ થશે. આયાત નિકાસની વસ્તુઓમાં ભિન્નતા ઓછી થતી જશે. * બેંક, વીમા કંપનીઓ, પર્યટન સેવાઓ, સંપત્તિને લગતી સેવાઓ, માર્ગ વ્યવહારની સેવાઓ ઘરે પહોચીને સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ રહેશે અને તેમનું કાર્યસ્તર આંતરરાષ્ટ્રીય માનકોના અનુરૂપ રહેશે.
* સુરક્ષા વ્યવસ્થા તેમજ સૈન્ય શક્તિમાં ભારત આગળ હશે તેમજ સાજ- સમાન અને ઉપકરણોની માત્રા એટલી ઝડપથી વધશે કે દુનિયાના બધા જ દેશો ઇર્ષ્યા કરશે. અંતરીક્ષ અનુસંધાન તેમજ પરમાણું શક્તિની દ્રષ્ટીને કારણે તેની દુનિયાના પાંચ પ્રમુખ દેશોમાં ગણતરી કરવામાં આવશે. આખો દેશ બધાજ રસ્તાઓ એકબીજા સાથે જોડાઇ જવાથી એક થઇ જશે.
* શહેરીકરણની ઝડપ વધી જશે અને પચાસ મહાનગરો એવા હશે કે જ્યાં વીસ લાખ કરતાં પણ વધું વસ્તી હશે પાંચ લાખ કરતાં વધું પોતાના વાહનો તેમજ ત્રણ લાખ કરતાં પણ વધારે મકાનો હશે. * પાંચ કરોડ આવાસીય ઇકાઇઓનું નિર્માણ થશે. પાણી અને વિજળીની યોગ્ય માત્રામાં સુવિધા હશે અને ત્રણ કરોડ મોબાઇલ ફોન કામ કરતાં હશે.
સરકારી કાર્યાલયોના સ્થાને ગૈર સરકારી સંગઠન સાર્વજનીક હિતની ગતિવિધીઓનું સંચાલન કરશે. ભારતીય મુદ્રા દરેક દેશની મુદ્રામાં સંપૂર્ણ રીતે પરિવર્તીત થઈ જશે તેમજ ન્યૂયોર્ક, લંડન, પેરીસ, ટોઈયો, સિંગાપુર, લક્જમબર્ગ, શાંઘાઇ વગેરે જગ્યાએ ભારતની કંપનીની વસ્તુઓનું ખરીદ વેચાણ ચાલુ થઈ જશે. હવાલા (પ્રમાણ,દાખલો) ની લેવડ-દેવડ તેમજ તેનું બઝાર મહત્વ વિનાનું થઈ જશે અને ભારતીઓની વિદેશમાં રહેલી અઘોષીત જમા મૂડી ભારત આવવા લાગશે. ભારતમાં વ્યાજનો દર સૌથી ઓછો હશે. મૂલ્ય સંવર્ધિત કર પ્રણાલી લાગુ થઈ જશે.
જો નીચેની પરિસ્થિતિઓમાં બદલાવ ન આવ્યો તો ડર છે કે ઉપરોક્ત અનુમાન અધુરી કલ્પના રહી જશે.
* જો કેન્દ્ર તેમજ રાજ્યોની સરકારની વચ્ચે સમજુતી ન રહી શકી. * પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણની વર્તમાન વ્યવસ્થા જ ચાલતી રહી અને મકાનો, પીવાનું પાણી, સફાઇ, બ્લેક બોર્ડ, ફર્નીચર, પુસ્તકાલાય તેમજ શિક્ષકો વિના જ કામ ચાલતું રહ્યું. જો ખાનગી સંસ્થાઓ અને સરકારી વિધ્યાલયોની શિક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધીઓની વચ્ચે અંતર વધતું રહ્યું. * અગીયારમી, બારમી, તેરમી અને ચૌદમી પંચવર્ષીય યોજનાઓનો સમાવેશ થાય પરંતુ તેના અમલની જવાબદારીથી સરકારી અને ગેરસરકારી સંગઠનો બચતાં રહ્યાં.
* છઠ્ઠા અને સાતમા વેતન આયોગની સિફારીશોને લાગુ કરવાનો એક મત ન બની શક્યો તો. * વોટ બેંકો પર દબાણ બનાવવાના ચક્કરમાં દલિતો, નિર્ધનો તેમજ વિશેષ સમુદાયના લોકોને ખુશ રાખવાના પ્રયાસો ચાલુ રહ્યાં તેમજ અનામતની સુવિધાની માંગ થતી રહી. * કામ વિના વેતન આપવા અને કાંઇ પણ શીખ્યા વિના પ્રમાણપત્ર અપાવવાની પધ્ધતિ પર કોઇ મનાઇ ન કરવામાં આવી. * સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર તેમજ ઘુસણખોરી વધતી રહી. * ગ્રાહકો અને નાગરિકોના હીતો તેમજ દેશની જરૂરતોની ઉપેક્ષા કરીને કમાઇ વધારવાના ઉપાયો પર જોર આપવામાં આવતું રહ્યું. તટસ્થતા તેમજ ગુટ નિરપેક્ષતાની નીતિને તિલાંજલી આપીને પૂંજીવાદી વિકસીત, ઔદ્યોગીક તેમજ શક્તિશાળી રાષ્ટ્રોના દબાણમાં આવીને નિર્ણયો લેવામાં આવ્યાં. * કૃષી, ખેતી, પશુપાલન, મત્સ્યપાલન, ખનીજ વ્યવસાયોની ઉપેક્ષા કરવામાં આવી.
* ગામડાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ ન કરી શકાઇ જે શહેરો અને મહાનગરોમાં ઉપલબ્ધ છે. * સરકાર ખોટની વિત્ત વ્યવસ્થા પર રોક ન લગાવી શકી. સોનું-ચાંદી, સ્થાયી સંપત્તી તેમજ શેર બજારમાં ચાલી રહેલ સટ્ટાના વ્યાપારમાં રોક ન લગાવી શકી. * વિશેષ આર્થિક ક્ષેત્રો તેમજ અન્ય વિકાસ યોજનાઓનો લાભ મોટા વ્યાપારિક ઘરોથી નાના ઉદ્યમીઓ, કર્મચારીઓ, ઉપભોક્તાઓને હસ્તાંતરીત ન થયાં.
જુલાઇ 2006 ની સ્થિતિ
* ભારતનો વિદેશી મુદ્રા કોષ: 164 અરબ ડોલર * ડોલરનું રૂપીયામાં મુલ્ય: 46.60 રૂ. * દેશમાં મુદ્રાની માત્રા: 28 લાખ ડોલર રૂ. * વ્યાપારીક બેંકો દ્વારા આપવામાં આવેલ ઉધાર: 16 લાખ કરોડ રૂ. * સરકારી પ્રતિભૂતિઓમાં બેંક નિવેશ : 8 લાખ કરોડ રૂ. * બેંકોમાં જમા: 22 લાખ કરોડ રૂપિયા * સ્વયં સહાયતા સમુહોની સંખ્યા :23 લાખ * પ્રતિસ્વયં સહાયતા સમૂહ ઉધાર: 51 હજાર રૂ. * 12 એફએમસીજી કંપનીઓનું વાર્ષિક વેચાણ: 36 હજાર કરોડ રૂ. શેરડીની ઉપજ માટે અપાયેલ કેષી ભૂમિ: 45 લાખ હેક્ટર * ચોખાની ઉપજ માટે અપાયેલ કેષી ભૂમિ: 192 લાખ હેક્ટર
* દાળની ઉપજ માટે અપાયેલ કૃષી ભૂમિ: 75 લાખ હેક્ટર * તલના ઉપજ માટે અપાયેલ કૃષી ભૂમિ: 129 લાખ હેક્ટર * જુદા જુદા અનાજના ઉત્પાદન માટે અપાયેલ ખેતી માટેની જમીન: 679 લાખ હેક્તર જમીન * મોબાઇલ કનેક્શનોને સંખ્યા: 15 કરોડ રૂ. * સાર્વજનીક કંપનીઓ દ્વારા સરકારને કર તેમજ લાભ: 74120 કરોડ રૂ. * ઓએનસીજીનો વાર્સઃઇક શુધ્ધ લાભ: 14431 કરોડ રૂ. * મિત્તલની આવક: 32 અરબ ડોલર * શેર બજારનો સેંસેક્સ સુચકાંક: 11000.