Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત બદલી રહ્યું છે !

ભારત બદલી રહ્યું છે !
'કાયદો સૌથી ઉપર હોય છે'-આ વાત ભારતના આજના વાતાવરણમાં ક્યારે પણ 'સાર્થક' બને છે. જ્યારે પણ એવું લાગે છે કે દેશમાં સત્તાની તરફથી કોઇ રીતે 'અંકુશ' રાખવામાં આવ્યું નથી, ત્યારે આ રીતે કોઇ પણ 'કરિશ્મો' બને છે! તેના લીધે દેશની ઓછી થતી 'સાખ' ફરીથી પાછી આવે છે; અને તે માટે આખું વિશ્વ એક 'માન' આપતાં તેની દૃષ્ટિ કરે છે. ભલેથી તે મુદ્દો પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇંદીરા ગાંધીને તેમના પદેથી હટાવવાનો હોય, કે પછી નરસિંહરાવને કચેરીના 'કટધરા'માં ઊભું કરવાનો હોય, કે પછી લાભના બિલ અથવા ભ્રષ્ટાચારનો હોય- ફકત ત્રણ અક્ષરોથી બનેલો એક શબ્દ 'કાયદો' દર વખતે ભ્રષ્ટાચાર જેવાં 'ટસળ કરતાં' શબ્દો સામે ભારે પડે છે... અને તે સમયે ખરેખર લાગે છે કે કાયદાની આંખો 'બંધ' નથી!

જો ભ્રષ્ટાચારની સાથે 'નિરંકુશતા' કે પછી 'અપરાધો'ની તુલના અમારી ઇંસાફની વ્યવસ્થા અને કાયદા સાથે કરવામાં આવે તો એવી સ્થિતિમાં જ્યાં દેશમાં ભ્રષ્ટાચાર સાથે અપરાધોના હજારો 'દાખલાં' સામે આવશે- તેની સામે ખરેખર સાચા ઇંસાફ માટેના દાખલાં બહુ ઓછાં જોવામાં આવશે ! પણ તે પોતાની રીતે એકંદરે બહુ સાહસના અને સાચાં તથ્યોને જોતાં લીધેલાં નિર્ણયો હોય છે. છેવટે તેમના લીધે દેશને સ્થિતિમાં પરિવર્તન બને છે; અને નીચે 'પતન'ની તરફ જતાં દેશને પાછું તેની 'રાહ' પર લાવવા માટેની પ્રેરણા બને છે.

જો અમારી ઇંસાફની વ્યવસ્થા બાબતે તેના જૂના પાનાં જોઇએ, તો જાણ પડે છે કે વીતાયેલાં વર્ષોમાં અમારો કાયદો એવી ઘટનાઓ માટે પણ સાક્ષી રહ્યો છે, કે જેના લીધે બીજાં વિશ્વને પોતાની 'આંખો મોટી કરતાં' તાજુબ સાથે વિચારવું પડે છે કે ભારતમાં આજે શું થઇ રહ્યું છે? અપરાધો અને ભ્રષ્ટાચાર સામે 'પહેરેદારી' કરતાં તહલકા અને સ્ટ્રિંગ ઓપરેશને અમુક એવા લોકોને પણ 'ઉજાગર' કર્યું છે કે જેમનો અસર વધુ રહેવા છતાં પણ હજી અમારી આમ જનતા અને પત્રકારિતાનું કોઇ 'અંત' થયું નથી!

લોકોના હોશોહવાસને 'ઉડાવવા' માટે ફકત પુરૂષો જ નહિ, સ્ત્રીઓની પણ મોટી ભૂમિકા બની છે. તે રીતે, એક સાધારણ મહિળા પત્રકારે શેયરો માટેના ઘોટાળાં બાબતે હર્ષદ મહેતાનું નામ ઉજાગર કર્યું હતું; જ્યારે થોડાં સમય પહેલાં જ શીતળ પેયો (કોલ્ડ ડ્રીંક્સ)માં પણ જંતુઓને મારતી દવાઓ મેળવવાનો મુદ્દો સામે આવ્યો હતો, અને તેમાં પણ એક સ્ત્રીએ તેની ખાસ 'ભૂમિકા' ભજવી હતી.

ડાયરીઓ સાથે જોડાયેલું 'હવાલા કાંડ' હોય, કે પછી બોફોર્સ કાંડ, કે પછી તેલગી કાંડ અથવા તેલના 'કરારો' માટેનું કાંડ- છેવટે 'ભ્રષ્ટાચાર'થી પ્રેરિત થયાં રાજનેતાઓ અને તેમના દળોથી ઉપર 'કાયદા'ની જીત સામે દેશનું માન વધ્યું છે. તે રીતે, ફરી એક વાર આ 'સ્પષ્ટ' થયું છે કે ભલેથી કોઇ પણ રીતે અવ્યવસ્થાઓ બનેલી હોય- પણ તેમનો 'ઇલાજ' કરવા માટે બનેલો આ કાયદો હજી 'વેંચાણ કે પછી દબાણ' માટે તૈયાર નથી!

આખી દુનિયા જ્યારે પણ ભારતને 'ટૂટતાં કે પછી ઝુકતાં' જુએ છે, ત્યારે કોઇ પણ એક 'શખ્સિયત' પોતાના અહમ નિર્ણયથી તેમના 'સ્વપ્ન'ને રમવાના પત્તાંની જેમ 'ખતમ' કરતાં આ વાતને સાબિત કરે છે કે આજે ભારતનો સ્વરૂપ કોઇ રીતે બગડી શકે-એ શક્ય નથી. પાંચ હજાર વર્ષો જૂની અમારી આ સભ્યતાનું કોઇ અંત થયું નથી; જ્યારે કે અમે આજે એક 'સુધારવાદી યુગ' ની તરફ જઇ રહ્યાં છે, કે પછી એ પણ કહી શકાય છે કે આપણો દેશ સુધરી રહ્યો છે!

( રચનાકાર : બ્રજમોહન અગનિહોત્રી ; અનુવાદક : ઉપેન શાહ )

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભક્તિની મિશાલ - વીર ભગતસિંહ