Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અહિંસાત્મક ક્રાંતિથી ખુશ નહતો : મોલાના

અહિંસાત્મક ક્રાંતિથી ખુશ નહતો : મોલાના

વેબ દુનિયા

મોલાના અબ્દુલ કલામ આઝાદેઅ તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું.

લોકો એ પણ ના વિચારી શક્યા કે તેમાં કઇ કઇ બાબતો રાખવામાં આવી છે, પરંતુ તેઓએ એવું મહેસુસ કર્યું કે કોંગ્રેસ અંગ્રેજોને હિન્દુસ્તાનમાંથી ફેકી દેવા માટે જન આંદોલન શરૂ કરી રહી છે. તુરંત લોકો અને સરકાર બંને એની ચર્ચા 'ભારત છોડો આંદોલન'ના સ્વરૂપમાં કરવા લાગ્યા.આ પ્રસ્તાવને પાસ કર્યા પછી કાર્યસમિતિએ સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાનો નિર્ણય લીધો. જો સરકારે આ માંગણીને સ્વીકારી લીધી અથવા ઓછામાં ઓછુ સહમતિ કરવાની પ્રવૃતિ દેખાડી તો આગળના વિચાર-વિમર્શ માટે આશા રહેશે અને જો સરકારે માંગ અસ્વીકાર કરી તો ગાંધીજીના નેતૃત્વમાં સંઘર્ષ શરૂ કરી દેવામાં આવશે.

વિદેશી સંવાદદાતા મોટી સંખ્યામાં વર્ધા આવી પહોચ્યા હતા કારણકે તેઓની એ જાણવાની પ્રબળ ઇચ્છા હતી કે કાર્યસમિતિએ શું નિર્ણય લીધો છે. 15મી જુલાઇના રોજ ગાંધીજીએ એક સંવાદદાતા સમ્મેલન બોલાવ્યું હતું. તેઓએ એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે આંદોલન પ્રારંભ થશે તો આ અંગ્રેજોની સતાની વિરૂદ્ધ એક અહિંસાત્મક ક્રાંતિ હશે.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.

મેં ધાર્યું કે સરકારની પ્રતિક્રિયા શું હશે. તે મુજબ જ્યારે વાઇસરોયે ગાંધીજી અથવા તેના પ્રતિનિધિને મળવાની ના પાડી તો મને કોઇ આશ્ર્ચર્ય ન થયું. આ ઘટનાથી મેં એવો નિર્ણય લીધો કે અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવવામાં આવે, જે આ મુદ્દા ઉપર વધારે ગંભીરતાથી વિચાર કરે.

7મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં બેઠક બોલાવામાં આવી. ગાંધીજીએ પણ આ બૈઠકમાં તેમનું ભાષણ આપ્યું. આ વિષય ઉપર બે દિવસ સુધી વિચાર-વિમર્શ ચાલતો રહ્યો અને છેલ્લે થોડાક સામ્યવાદિયોંના વિરોધ પછી 8મી ઓગસ્ટની સાંજે 'ભારત છોડો' નો એતિહાસિક પ્રસ્તાવ પાસ થઇ ગયો.
(નઇ દુનિયા)

Share this Story:

Follow Webdunia gujarati