Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહર્ષિ શ્રી અરવિંદ - એક મહાન ક્રાંતિકારી

મહર્ષિ શ્રી અરવિંદ - એક મહાન ક્રાંતિકારી
N.D

આવનાર દરેક યુગ હાહાકાર, કરૂણ ક્રંદન, મુશ્કેલીઓ તેમજ ચેતનાઓના વિકાસની અડચણો જ ધરતી પર મહાપુરૂષોનું સ્મરણ કરીને તેમને બોલાવે છે અને તેમનું અવતરણ કરાવે છે. યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેમજ રામકૃષ્ણ પરમહંસદેવના અવરતણની સાથે જ વિશ્વ માનવો માટે ચેતના વિકાસના વિશાળ દ્વાર ખુલ્યા. સૃષ્ટિમાં એક વિશાળ પરિવર્તન આવ્યું, વિશ્વ માનવતાના આત્મ શિલ્પી મહર્ષિ શ્રી અરવિંદનું અવરતણ આખી સૃષ્ટિનું દિવ્ય પરિવર્તન તેમજ સૃષ્ટિના કણ-કણમાં ભગવાનની અભિવ્યક્તિનાં દિવ્ય સંદેશ સાથે થયું.

મહર્ષિ અરવિંદે પુર્ણ યોગની સાધના કરીને તે સિદ્ધ કરી દિધુ કે જો માણસ મૃત્યુંજયી બનવા માંગતો હોય તો સૌ પ્રથમ તેને પોતાની બધી જ સીમીત, ખાસ માન્યતાઓ, પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો પરિત્યાર કરીને પોતાની આત્માના દરેક સ્તર પાર કરીને પોતાની જાતને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવવા પડશે. ત્યારે જ તે પોતાની અંદર ભગવાનની શોધ, દર્શન, પ્રાપ્તિ તેમજ અભિવ્યક્તિના શિખર પર પહોચી શકાશે. આખી સૃષ્ટિ પર ફેલાયેલી અસુરી શક્તિઓથી પીડિત માનવતાના ઉદ્ધાર માટે નવા પ્રકાશ, શક્તિ, જ્ઞાન, પ્રેમ તેમજ આનંદથી પરિપૂર્ણ સૃષ્ટિના જાગરણ તેમજ નિર્માણની તીવ્ર પ્રાર્થના કરી. આ જ કરૂણ ક્રંદનયુક્ત અવાજે મહર્ષિ અરવિંદની દિવ્ય આત્માને 15 મી ઓગસ્ટ 1872માં ધરતી પર મોકલી. નાનપણથી જ તેમના પિતાએ તેમને ભારતીય સંસ્કૃતિથી દૂર રાખવામાં આવે તેવુ કહીને તેમને લંડન મોકલી દિધા. 5 વર્ષની અવસ્થાથી લઈને 21 વર્ષની યુવાવસ્થા સુધી લંડનમાં ભણેલા શ્રી અરવિંદની આત્મા ભાગવતી શક્તિ આંતરિક રૂપથી ભારતીય આધ્યાત્મના સ્વર્ણિમ રંગમાં રંગાઈ રહ્યાં છે તેમના પિતાને તો શું કોઈને પણ આની જાણ ન હતી.

એકવીસ વર્ષના યુવક અરવિંદ ભારત આવીને ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, રાજનેતા, કવિ અને સાહિત્યકાર બન્યાં. એક ચિંતનશીલ મનીષી મહાયોગી મહર્ષિના લાંબા જીવન સફરને તેમણે કેવી રીતે પૂર્ણ કર્યું ઈશ્વરીય શક્તિ તેની સાક્ષી છે.

સન 1908માં અલીપુરની જેલમાં યોગેશ્વર શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ દિવ્ય હાજરીના દર્શને તેમના હૃદય, મન અને આત્માને ઝંઝોળી દિધી હતી. આ જ તે ક્ષણ હતી જ્યારથી તેમની દિવ્ય યાત્રાની શરૂઆત થઈ હતી. વાસુદેવ ઈદમ સર્વમની આ ઉંડી અનુભુતિએ તેમને ચેતનાની અનંત લોકની અને ઉર્ધ્વારોહણ કરાવનાર ઘણાં સોપાનોની યાત્રા કરાવડાવી. શ્રી અરવિંદની ચેતનાને કોઈ ભાગવતી શક્તિએ ચેતનાના તે લોકમાં ગરૂડ ગતિથી પ્રવેશ કરાવી દિધો જ્યાં આજ સુધી કોઈ જ પહોચી શક્યું ન હતું. તે ઉંચાઈ પર પહોચીને તેમને આભાસ થયો કે માણસ ફક્ત હાડ, માંસ કે લોહીનો જ નથી બનેલો પરંતુ એક દિવ્ય પ્રકાશથી યુક્ત જ્યોતિનો પુંજ પણ છે. આસક્તિ, અહંકાર તેમજ અજ્ઞાનના અંધારામાં તે પોતાની અંદર સમાયેલ આ દિવ્ય પ્રકાશની જ્યોતિથી અનભિજ્ઞ છે, ભુલી ગયો છે અથવા દૂર થઈ ગયો છે.

પંદર ઓગસ્ટ ભારતીય સ્વતંત્રતા તેમજ મહાયોગી મહર્ષિ શ્રી અરવિંદના જન્મનું દિવ્ય પર્વ છે. ભારતના સંબંધમાં આની મહત્તા આપણે આમના જ શબ્દોમાં આ રીતે સમજીએ- ભારત જ તે દેશ છે જ્યાં ચૈત્ય સત્તાના ધર્મનું શાસન ચાલી શકે છે અને ચાલવું જ જોઈએ અને આજે તેનો સમય પણ આવી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati