ભારતીય સંસ્કૃતિમાં આવા અનેક ઉદાહરણ મળી જશે, જ્યારે સ્ત્રીઓએ દરેક પગલે તેમના પતિઓને સાથ આપ્યો અને દરેક રાહ પર તેમની સાથે દરેક ડગલે સાથે રહી.. કસ્તૂરબા ગાઁઘી, બાપૂ જેમણે બા કહેતા હતા, આવી જ સ્ત્રીઓમાંથી એક હતા, જેમણે દરેક પગલે ગાઁઘીજીનો સાથ આપ્યો. બા ની યાદો ગાંઘીજીના શબ્દોમાં.....
મને ખબર હતી કે બહેનોને જેલમાં મોકલવાનુ કામ ખતરનાક હતુ. ફિનિક્સમાં રહેનારી મોટાભાગની બહેનો મારી સંબંધી હતી. તેઓ ફક્ત મારી શરમને કારણે જ જેલમાં જવાનો વિચાર કરે અને પછી ખરા સમયે ગભરાઈને કે જેલમાં ગયા પછી કંટાળીને માફી માગી લે તો મને આધાત લાગે. આ સાથે સંગ્રામમાં આને કારણે ઢીલા પડી જવાની બીક પણ હતી. મેં નક્કી કર્યુ કે હું મારી પત્નીને કદી પણ નહી લલચાવુ. તે ના પણ નહોતી પાડી શકતી અને 'હા' કહી દે તો તે 'હા'ની પણ કેટલી કિમંત કરવામાં આવે, તેથી હું કહી નહોતો શકતો. આવા જોખમના કામમાં સ્ત્રી પોતે જે નક્કી કરે પુરૂષે તે સ્વીકારી લેવુ જોઈએ, અને જો કશુ ન પણ કરે તો પુરૂષે જરાપણ દુ:ખી ન થવુ જોઈએ, એટલુ હું સમજતો હતો. તેથી મેં તેમની સાથે કંઈ પણ વાત ન કરવાનુ નક્કી કરી રાખ્યુ હતુ. બીજી બહેનો સાથે મેં ચર્ચા કરી. તેમણે જેલયાત્રાની તૈયારી બતાવી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો કે બધુ દુ:ખ સહન કરીને પણ પોતાની જેલ-યાત્રા પૂરી કરશે. મારી પત્નીએ આ વાતનો સાર જાણી લીધો હતો. તેમણે મને કહ્યુ -
મને આ અંગેની કોઈ ચર્ચા ન કરી તેનુ મને દુ:ખ છે. મારામાં એવુ શી ઉણપ છે કે હું જેલ નથી જઈ શકતી. મને પણ એ જ રસ્તે જવુ છે જે રસ્તે જવાની તમે આ બહેનોને સલાહ આપો છો.
મેં કહ્યુ - હુ તને દુ:ખ નથી પહોંચાડી શકતો. આમા અવિશ્વાસ જેવી કોઈ વાત નથી. મને તો તમારા જવાથી ખુશી જ થશે, પરંતુ તમે મારા કહેવાથી જશે તો એનો આભાસ પણ મને નહી ગમે. આવા કામો તો દરેકે પોતાની હિમંતથી કરવા જોઈએ. હું કહુ અને મારી વાત રાખવા માટે તમે તરત જ જતી રહો અને પછી કોર્ટમાં હાજર થતા જ થથરી ઉઠો