શિક્ષક જ એ ધુરી છે જેના પર સમાજનો સર્વાગી વિકાસ નિર્ભર છે. રાષ્ટ્રનો ઉત્થાન અને પતન શિક્ષકની સકારાત્મક અને નકારાત્મક સક્રિયતાનુ પરિણામ હોય છે. વૈદિકકાળથી લઈને આજ સુધી શિક્ષા મેળવનાર સમાજના નિર્માણમાં શિક્ષકનુ મહત્વ સર્વવિદિત છે. તેથી મહર્ષિ અરવિંદે કહ્યુ કે 'શિક્ષક રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર માળી હોય છે. તેઓ સંસ્કારોની જડોમાં ખાતર નાખે છે અને પોતાના મહેનતથી તેને સેંચીને મહાપ્રાણ શક્તિઓ બનાવે છે.
તાત્પર્ય એ છે કે શિક્ષક શિક્ષા મેળવનારા સમાજમાં સંસ્કારોની સાત્વિકતાનુ સુરક્ષા કવચ પહેરાવીને સુરક્ષિત રાખે છે. સાચેજ સંસ્કાર વગરની મનુષ્ય પશુ સમાન છે, જેણે ડગલેને પગલે અપમાનોની સોય ખૂંપતી રહે છે અને તિરસ્કારના તીરોનો સામનો કરવો પડે છે. શિક્ષક એક એવી રોશની છે જેનાથી વિદ્યાર્થી રોશની ગ્રહણ કરીને સન્માનિત જીવન અને ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે.
ભૌતિકવાદી સંસ્કૃતિમાં ગૂંચવાઈને સમાજ નૈતિક અને માનવીય મૂલ્યોને ક્યારનો તિલાંજલિ આપી ચૂક્યો હોત, જો શિક્ષક આ મૂલ્યોનો પહેરેદાર ન હોત. નૈતિક ને માનવીય મૂલ્ય જ એ આધારશિલા છે જેના પર સભ્ય સમાજનુ નિર્માણ થાય છે. આ મૂલ્યોન અભવ્મં સમાજ પતનનો પર્યાય બની જાય છે, ઉન્નતિનો દ્યોતક નહી. આજે સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચારની આગ સળગી રહી છે, પાશ્ચાત્ય સભ્યતાનુ આંઘળુ અનુકરણ ચાલુ છે. આવી વિષમ પરિસ્થિતિમાં શિક્ષક જ એ પૂજારી છે જે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વને પૂર્ણરૂપથી સ્થાપિત કરે છે.
પરંતુ કેટલી અફસોસની વાત છે કે સમયની સાથે સાથે શિક્ષક પોતાની શક્તિઓને વિસરાવી રહ્યો છે. તે ભૂલી ગયો હ્ચે કે તેનામાં એટલુ સામર્થ્ય છે કે તે ચાણક્ય બનીને જે ચંદ્રગુપ્તને જન્મ આપશે તે સભ્ય સમાજના નિર્માણમાં સહાયક થશે અને દેશને આતંકીઓથી મુક્તિ અપાવશે. આજે જરૂર છે કે શિક્ષક પોતાનુ ઈમાનદારીનો સાથ ન છોડે. માનવીય મૂલ્યોને તિલાંજલિ ન આપે. દેશ જે પરિસ્થિતિથી પસાર થઈ રહ્યો છે તેમા શિક્ષકનો સાથ જરૂરી છે. શિક્ષકના હાથમાં શિક્ષ એક એવુ અસ્ત્ર છે જેના માધ્યમથી તે વૈચારિક ક્રાંતિનો મસીહા બનીને એક એવા સમાજનુ નિર્માણ કરી શકે છે જેની આધારશિલા નૈતિક અને માનવીય મૂલ્ય હોય. આવુ એ ત્યારે જ કરી શકે છે જ્યારે તે પોતે પણ પોતાની શિક્ષકીય જવાબદારીઓનો નિર્વાહ નિષ્પક્ષ અને સમર્પિત થઈને કરે.
સરકારે પણ સમજવુ જોઈએ કે સ્થિતિ વિસ્ફોટક બને તે પહેલા રાષ્ટ્ર અને છાત્ર હિતમાં શિક્ષકથી અધ્યાપન કાર્ય સાથે ફક્ત એ જ કાર્યોના સંપાદન કરાવવામાં આવે તો સાચે જ રાષ્ટ્રીય મહત્વના હોય. હવે સમય પાકી ગયો છે કે જ્યારે શિક્ષક પણ આત્માવલોકન કરે અને સરકાર પણ.