Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kitchen Hacks: 4-5 દિવસમાં સડી જાય છે ટામેટા ? તો જાણો તેને 20-25 દિવસ સ્ટોર કરવાની બેસ્ટ રીત

tomato store tips
, ગુરુવાર, 29 જૂન 2023 (13:13 IST)
Tomato store tips and tricks- અનેકવાર ટામેટાના ભાવ ખૂબ વધી જાય છે. આવામાં આપણે સ્ટૉક કરવાના ચક્કરમાં ટામેટા વધુ લઈ આવે છે, પણ આ એવી વસ્તુ છે કે જો તમે તેને યોગ્ય રીતે નહી મુકો તો આ 3-4 દિવસમાં જ સડવા માંડે છે અને ખરાબ થઈ જાય છે. તેથી અમે તમને એવી ખાસ ટ્રિક્સ વિશે બતાવી રહ્યા છે જેનાથી તમે તેને 20થી 25 દિવસ સુધી સાચવીને મુકી શકો છો. 
 
1. સૌથી પહેલા તમે માર્કેટમાંથી ટામેટા લઈને આવો તો તેને વોશ કરો 
2. ત્યારબાદ ટામેટાને સ્વચ્છ કપડાથી લૂછી લો 
3.  સ્વચ્છ કપડાથી સાફ કર્યા બાદ ટામેટાના ઉપરનો ભાગ જેને ટામેટાની આઈસ પણ કહેવાય છે તેને ખાવા ન જોઈએ અને તેમા જ હવા જાય છે. જેને કારણે ટામેટા સડવા માંડે છે.  તેથી આ ટામેટાની આઈસને પૈક કરવાના છે. 
 
જાણો કેવી રીતે કરો પૈક ?
ટામેટાની આઈસને પૈક કરવાની બે રીત છે. પહેલી રીત છે કે મીણબત્તીની ડ્રોપ ટામેટાના આઈસ પર  પાડતા રહો. જેથી ઉપરનો ભાગ પેક થઈ જશે અને ટામેટા બિલકુલ નહી સડે. 
 
તેનાથી પણ સારી એક રીત છે એ છે ટેપ, જે મોટેભાગે દરેક ઘરમાં મળી જાય છે. દુકાન પરથી સહેલાઈથી ખરીદી શકાય છે. તમે આ ટેપને ટામેટાની આઈસ પર લગાવી દો. બસ એક વાતનુ ધ્યાન રાખો કે ટામેટાની આઈસ એકદમ બંધ હોવી જોઈએ. આ માટે તમારે 3-4 વાર ટેપ લગાડવી પડશે. 
 
ત્યારબાદ તમે કોઈ બોક્સ કે પોલિથિન બૈગમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તમારા આ ટામેટા 20-25 દિવસ આરામથી ચાલશે. જ્યરે તમને જરૂર પડે તો ટામેટા કાઢીને તેને ધોઈને આઈસ કાપીને જ તેનો ઉપયોગ કરો. 
 
મીઠુ અને હળદરથી પણ ટામેટાને સ્ટોર કરવામાં મળશે રાહત 
 
ટામેટાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની એક વધુ રીત છે. સૌથી પહેલા તમે એક વાસણમાં પાણી લો. આ પાણીમાં 1 ચમચી મીઠુ નાખી દો.  ત્યારબાદ અડધી ચમચી હળદર નખી દો. આ પાણીમાં ટામેટાને સારી રીતે વોશ કરી લો.  તમે તેને વિનેગરના પાણીમાં પણ વૉશ કરી શકો છો. ત્યારબાદ સ્વચ્છ કપડાથી ટામેટાને સારી રીતે લૂંછી લો અને પછી કોઈ પોલિથિન બેગ કે બોક્સમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તેનો એક ફાયદો એ પણ છે કે આ પાણીથી ધોવાથી કિટાણુ પણ સાફ થઈ જાય છે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rain shayari- તારા પ્રેમનો વરસાદ થાય