Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

Shardiya Navratri 2023: નવરાત્રીથી પહેલા આ રીતે કરો સાફ ઘરનુ મંદિર, માતા દુર્ગા કરશે દરેક ઈચ્છા પૂરી

Home cleaning
, રવિવાર, 8 ઑક્ટોબર 2023 (16:13 IST)
Temple Cleaning Tips:  કેટલાક દિવસોમાં શારદીય નવરાત્રી શરૂ થશેૢ આ 9 દિવસોમાં માતા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીથી પહેલા ઘરના મંદિરની સાફ-સફાઈ ખૂબ જરૂરી છે. માનવુ છે કે સાફ સુથરા મંદિરમાં જ ભગવાન નિવાસ કરે છે. વધારેપણુ ઘરોમાં લાકડીના મંદિર હોય છે. જેની સફાઈ કરવી એક મોટુ ટાસ્ક હોય છે. પણ આજે અમે તમને લાકડીમા મંદિરને સાફ કરવાના કેટલાક ઘરેલૂ ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સને ફોલો કરીને તેમ મંદિરને એકદમ સાફ કરી શકશો. 
 
બેકિંગ સોડાથી કરવુ ડાઘ સાફ 
પૂજા કરતા સમયે મંદિર હમેશા કોઈ ન કોઈ જગ્યા ગુલાલ કે ચંદનના ડાઘ લાગી જ જાય છે. જો તેણે  સાફ ન કરાય તો આ ડાઘ સરળતાથી જતા નથી. તેણે સાફ કરવા માટે તમે બેકિંગ સોડા ઉપયોગ કરી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં એક ચમચી બેકિગ સોડા મિક્સ કરી મિક્સ તૈયાર કરી લો. આ મિક્સને ડાઘવાળી જગ્યા પર લગાવો અને એમજ મૂકી દો. આશરે 5-10 મિનિટ પછી તેને ક્લીનિંગ બ્રશ કે કોટ્નથી ઘસીને સાફ કરી લો. 
 
સિરકાની પણ કરી શકો છો ઉપયોગ 
મંદિરમાં લોકો ઘી કે તેલનો દીવો પ્રગટાવે છે. તેથી ઘણી વાર ચિકડા ડાઘ મંદિર પર લાગી જાય છે. તે સિવાય તડકાના કાળા ડાઘ પણ મંદિર પર લાગી જાય છે. તેણે સાફ કરવા માટે સિરકાનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને તેમાં 2 ચમચી સિરકો મિકસ કરી લો. હવે આ મિક્સને ડાઘ પર સ્પ્રે કરો. તે પછી કોટન કે સૂતી કપડાથી તેને ઘસીને ડાઘ સાફ કરી લો. 
 
બેકિંગ સોડા અને લીંબૂનો રસ છે કારગર 
મંદિરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબૂનો રસ પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં એક ચમચી બેકિંગ સોડા લઈને તેમા 1 લીંબૂનો રસ મિક્સ કરી લો. હવે તેને મિકસરને ડાઘવાળી ભાગમાં લગાવો. તે પછી સૂતી કપડા કે કોટનથી ઘસવું. થોડી વારમાં મંદિરમાં લાગેલા ડાઘ સાફ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જામણ વગર દહી કેવી રીતે જમાવવામાં આવે છે ? ટ્રાય કરો આ રીત ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનશે Curd