Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કીડા મકોડાથી છે પરેશાન તો આવી રીતે તૈયાર કરો નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડ્ક્ટ્સ

કીડા મકોડાથી છે પરેશાન તો આવી રીતે તૈયાર કરો નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડ્ક્ટ્સ
, શનિવાર, 25 એપ્રિલ 2015 (13:46 IST)
ગરમીની ઋતુ  આવતા જ ઘરોમાં મચ્છર,માખીઓ , કીડા મકોડા કોકરોચ અને ગરોળીઓ  થઈ જાય છે. આ જીવજંતુઓ  દરેક માણસનું  જીવવું મુશ્કેલ કરી દે છે. એનાથી છુટકારો મેળવવો  મુશ્કેલ નથી.  કારણ કે ઘરમાં રોજ પ્રયોગ થતી વસ્તુઓની મદદથી તમે થોડા એવા નેચરલ પેસ્ટ કંટ્રોલ પ્રોડકટ્સ તૈયાર કરી શકો છો જે  તમને આ જીવજંતુઓથી આઝાદી આપી શકે છે. 
 
કોકરોચ (વંદા)  -  ઘરમાં ખાસ કરીને રસોઈઘરમાં અને બાથરૂમમાં કોઈ દરારને શીઘ્ર સીમેંટથી ભરી દો. રાત્રે સૂતા પહેલા કિચન અને બાથરૂમની ચારો બાજુ કોકરોચ મારતા ચૉકથી લાઈન ખેંચી દો. જેમ કોક્રોચ આ લાઈનને પાર કરવાની કોશિશ કરે, એ ઉંધો  થઈ જાય છે.  કોક્રોચ ભગાડવા માટે બેકિંગ પાવડર અને ખાંડ સમાન માત્રામાં મિક્સ  કરી લો અને નિકાસી વાળી જ્ગ્યા પર છાંટી દો. નાળીમાં જાળીદાર ઢાકણ લગાવો.  
 
કીડા-મકોડા - દોરામાં લીંબૂ અને મરચા પિરોવી ઘરના બરણા અને બારીઓ પર ટાંગી દો.  રસોડા પાસે ફુદીંંના  અને તુલસી લગાવો. . કીડીઓને ભગાડવા માટે પાણીમાં સિરકા મિકસ કરી તેનાથી પોતું લગાવો. જ્યાંથી કીડીઓ નીકળ રહી હોય ત્યાં હળદર છાંટી લીંબૂનો  રસ નીચોવો. 
 
મચ્છર - ઘરમાં બ્લૂ કલરની લો વોલ્ટેજ ટ્યુબલાઈટ લગાડવાથી મચ્છર ભાગે છે. ઘાટા રંગના મુખવાળા  વાસણમાં કુંણા  ગરમ  પાણીમાં કપૂરની 3-4 ટિકડી નાખી ખુલ્લુ મુકી દો. ઘરમાં જાળીવાળા  બારણા- બારી લગાડો.  કૂલરનું  પાણી અઠવાડિયામાં 3-4 વાર બદલો. ઘરની પાસે નાળીમાં ટાંકીના પાસે  બેકાર વસ્તુઓમાં વરસાદનું  પાણી એકત્ર ન થવા દો . કારણ કે એકત્ર પાણીમાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે.  મચ્છર રોધી ક્રીમના  સ્પ્રેના ઉપયોગ કરો. 
 
ગરોળી - બારી પર ઈંડાના છાલટા ટાંગી દો. ગરોડી  ભાગી જશે. દીવાલ  પર મોરપીંછ લગાવવાથી ત્યાં ગરોળી  નથી આવતી. 
 
ઉંદર - કિચનના પાસે ઉંદરદાની મુકો. ખાવા-પીવાની વસ્તુઓને ઢાંકીને રાખો. જ્યાં ઉંદરના બિલ હોય ત્યાં ટૂટેલો કાંચ મુકવાથી ઉંદર ભાગી જાય છે. 
 
દીમક - જ્યાંથી દીમક આવતી હોય ત્યાં ચૉકથી લાઈન અપ કરો. ચોપડીની કબાટમાં દીમક હોય તો ત્યાં ચંદનના ટુકડા રાખો. ઘાસલેટ નાખવાથી પણ દીમક ભાગી જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati