Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિચન ટિપ્સ - કિચનમાં ઉપયોગી આ Tips વિશે શુ આપ જાણો છો ?

કિચન ટિપ્સ - કિચનમાં ઉપયોગી આ  Tips  વિશે શુ આપ જાણો છો  ?
, શનિવાર, 4 માર્ચ 2017 (10:31 IST)
રસોઈઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેની સાચવણી કરવી ખૂબ જરૂરી હોય છે. આપણે અહી કેટલીક સરળ ટિપ્સ અપનાવીને કિચનની વસ્તુઓનો ખ્યાલ રાખી શકીએ છીએ અને રસોઈનો સ્વાદ પણ વધારી શકીએ છીએ. તો આવો જાણીએ કેટલીક સહેલી ટિપ્સ વિશે... 
 
- હવા લાગવાથી મીઠુ ભીનુ થતુ બચાવવા માટે 1/2 ચમચી કાચા ચોખા તેના ડબ્બામાં નાખી દો. મીઠુ ભીનુ નહી થાય. 
 
- ટામેટા જો ગરમી અને તાપને કારણે નરમ પડી રહ્યા છે તો તેને ડંડી સાથે રાખવાથી તે તાજા રહેશે. 
 
- લીંબૂમાંથી રસ વધુ કાઢવો છે તો તેને 15 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકી દો. 
 
- ડોસા બનાવતી વખતે આ મિશ્રણમાં એક ચમચી રવો નાખીને મિક્સ કરી લો. આ તવા પર ચોંટે નહી. 
 
- ધાણા અને ફુદીનાના પાનને તાજા રાખવા માટે આની સાથે એક ઈંડુ મુકીને ડબ્બામાં પેક કરી ફ્રિજમાં મુકી દો. 
 
- ચીની માટીના વાસણો પરથી ડાઘ હટાવવા માટે તેને મીઠાથી સાફ કરો. ડાઘ દૂર થશે.  
 
- ચોખાને ધોયા પછી તેના પાણીમાં સોના અને ચાંદીના ઘરેણા થોડા સમય માટે પલાળીને મુકી દો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ચમકી જશે. 
 
- આમલેટ બનાવતા પહેલા ઈંડામાં થોડો લોટ નાખીને ફેંટી લો. તેનાથી ઈંડુ ફુલેલુ અને તૂટ્યા સિવાય ટેસ્ટી પણ બનશે. 
 
- માખીઓને ઘરમાંથી ભગાડવા માટે કપૂરને ગરમ તવા પર કે કડાહી પર મુકી દો. તેની સુગંધથી માખીઓ ભાગી જશે. 
 
- શક્કરિયાના છાલટા સહેલાઈથી કાઢવા માટે તેને ઠંડા પાણીમાં થોડીવાર ડુબાડીને મુકી રાખો અને પછી તરત ઉકાળી લો. 
 
- બરફના ટુકડાને કાચની જેમ સ્વચ્છ અને ચમકદાર રીતે જમાવવા માટે પહેલા પાણીને ઉકાળી લો અને પાણી ઠંડુ કરીને તે પાણીનો બરફ જમાવો. 
 
 - શાકમાં મીઠુ વધુ પડી ગયુ હોય તો તેમા બટાકાના નાના નાના ટુકડા કાપીને નાખો અને શાક થોડુ બાફી લો.  આવુ કરવાથી વધારાનુ મીઠુ શોષાય જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંડર આર્મ્સ અને કમરના ચરબીના થર ઉતારવા માટે બેસ્ટ છે આ એક્સસાઈઝ