ઘરને સાફ રાખવુ ખૂબ જ જરૂરી છે. ઘર જો સ્વચ્છ હશે તો તમારો પરિવાર બીમારીઓથી દૂર રહેશે પણ ઘરમાં એવા અનેક ખૂણા હોય છે જેને સાફ કરવા સહેલા નથી હોતા અને તેમા જ વધુ કીટાણુ છિપાયેલા રહે છે. આજે અમે તમને આ મુશ્કેલ ખૂણાને સાફ કરવાના સહેલી ટિપ્સ બતાવી રહ્યા છે. જેનાથી તમારી પરેશાની દૂર થઈ જશે.
1. બારીઓ - એક ચિપિયા પર કપડુ બાંધીને તેના દ્વારા ગ્રિલની સફાઈ સહેલાઈથી કરી શકાય છે અને તેનાથી મુશ્કેલ ખૂણાની પણ સફાઈ થઈ જશે.
2. ફ્રેમ - ઘરે ફૉયલ પેપર કે ટૉયલેટ પેપરની ખાલી ટ્યુબ લઈને વૈક્યૂમ ક્લીનરની આગળ લગાવીને બારીઓ અને દરવાજાઓના ફ્રેમના ખૂણા સાફ કરો.
3. કાર - કારની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ગંદકી થતા અનેક પ્રકારના બેક્ટેરિયા જન્મે છે. જેનાથી બીમાર થવાનો ખતરો રહે છે. આ માટે કારના ખૂણાની સફાઈ એયર બડ્સ દ્વારા કરો.
4. કી બોર્ડ - કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા છો તો તેના કીબોર્ડ જરૂર સ્વચ્છ રાખો. આ માટે એક હાર્ડ પેપરને ફોલ્ડ કરીને તેને કીબોર્ડના બટનો વચ્ચે રગડો. તેનાથી ગંદકી સાફ થઈ જશે.
5. મૈટ્રેસ - (ગાદી) - ગાદીના ઉપર બેકિંગ સોડા છાંટી દો અને 10 મિનિટ પછી તેને વૈક્યૂમ ક્લીનરથી સાફ કરી દો.
6. પાનાના સ્પૉટ - લીંબૂના રસ અને બેકિંગ સોડા મિક્સ કરીને લગાવી દો. ત્યારબાદ બ્રશથી સાફ કરો.
7. શૉવર હૈડ - 1/3 કપ બેકિંગ સોડા અને 1 કપ સિરકા મિક્સ કરીને એક પ્લાસ્ટિક બેગમાં નાખી દો અને શાવર હૈડ પર બાંધી દો. તેને 2-3 કલાક પછી ઉતારીને સાફ કરી દો.