Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીની સફાઈ દરમિયાન ચાંદી, પિત્તળ અને તાંબાની વસ્તુઓને કેવી રીતે ચમકાવવી

દિવાળીની સફાઈ દરમિયાન ચાંદી, પિત્તળ અને તાંબાની વસ્તુઓને કેવી રીતે ચમકાવવી
, સોમવાર, 9 ઑક્ટોબર 2023 (14:27 IST)
Diwali Cleaning Tips- આ વખતે થોડા જ દિવસો પછી દિવાળીનો તહેવાર આવી જશે. જો તમે પણ આ દિવાળી ઘરમા રાખેલી ધાતુની વસ્તુઓને ચમકાવા ઈચ્છો છો તો આ જાણકારી તમારે ખૂબ કામની છે. કારણકે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલા સાફ-સફાઈ શરૂ થઈ જાય છે અને લોકો ઘરમાં રાખેલી બધી વસ્તુઓની સાફ-સફાઈ કરે છે. 
 
તમારા ઘરમાં રાખેલા ચાંદી, પીતળ, તાંબા કે બીજી ધાતુઓ અને વાસણને વૉશિંગ પાઉડર કે લિક્વિડ ડિશ વૉષથી સાફ કરવાની જગ્યાએ નીચે આપેલ ટિપ્સને અજમાવીને સાફ કરસ્ગો તો નક્કી તમારા ઘરની બધી વસ્તુઓ ચમકી જશે અને તેની ચમકથી તમારા ઘરના ખૂણે-ખૂણો ખિલી ઉઠશે. જો તમે પણ કઈક આવુ વિચારો છો તો પછી આ જાણકારી તમારા ખૂબજ કામની છે. 
 
આવો જાણીએ છે 
1. 1. બેકિંગ પાઉડર 
બેકિંગ પાઉડરના ઉપયોગ ઘણી વસ્તુઓને સાફ કરવા માટે કરાય છે તમે પૂજાના વાસણ પણ તેની મદદથી ક્લીન કરી શકો છો. તમે એક ટબમાં બેકિંગ પાઉડર અને વૉશિંગ પાઉડરને પાણીમાં મિક્સ કરી લો અને રાતભર વાસણને પલાળવા મૂકી દો. સવારે જાગ્યા પછી સ્ક્રબની મદદથી સાફ કરી લો. 
 
2. મીઠુ, લોટ અને સફેદ સરકા ઘરમાં રાખેલી કાળી રંગ ગુમાવતી મૂર્તિઓ અને વાસણોને સાફ કરવા માટે આ ત્રણ ઘટકોને સમાન માત્રામાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો: 1/2 વાટકી લોટ, 1/2 વાડકી મીઠું અને 1/2 વાટકી સફેદ સરકો. જે વસ્તુઓ કાળી થઈ ગઈ છે તેના પર આ પેસ્ટનું પાતળું પડ લગાવો અને 1. તેને છોડી દો. એક કલાક માટે આ રીતે. પછી ગરમ પાણીથી સારી રીતે ધોઈ લો. આ સોલ્યુશનથી મૂર્તિઓમાં ચમક પુનઃસ્થાપિત કરી શકાય છે.
 
3. આમલી
ભોજનને ચટપટો બનાવવા માટે તમે આમલીનો ઉપયોગ કરી શકો છો તેના માટે શું તમે જાણો છો કે તેની મદદથી તાંબા અને પીતળના વાસણ સાફ કરી શકાય છે. તમે આમલીને પાણીમાં પલાળી અને પછી તેને મસલીને પેસ્ટ તૈયાર કરી લો. હવે પેસ્ટને વાસણ પર લગાવો અને હળવા હાથથી ઘસીને ધોઈ લો. તેનાથી આ નવાની જેમ થઈ જશે. 
 
4. સફેદ વિનેગર 
વિનેગરમાં ક્લીનિંગ પ્રાપર્ટીઝ હોય છે તમે એક ગિલાસ પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરી ગેસ પર ઉકાળી લો. હવે તેમાં ડિટર્જેંટ મિક્સ કરી લો. હવે તેની મદદથી પૂજાના વાસણ સાફ કરશો તો તેની ચમક પરત આવી જશે. 
 
5. મીઠુ અને લીંબુ  
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ એજન્ટ તરીકે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણ પર લગાવો. થોડીવાર માટે છોડી દો. છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈને સાફ કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home tips- વપરાયેલી ચાની પત્તીને ફેંકશો નહી આ રીતે ઘરમાં વાપરવો