કેટલાક ખાદ્ય પદાર્થો એવા છે જેને આપણે ફ્રિજમાં એવુ સમજીને મુકીએ છીએ કે વધુ તાજા રહેશે. હકીકતમાં આવુ કરવાથી તેમનુ પોષણ અને સ્વાદ ખતમ થવા માંડે છે. તમે પણ તેમાથી કેટલીક વસ્તુઓ જરૂર ફ્રિજમાં મુકતા હશો તેથી આ સમાચાર વાંચી લો.
એક વસ્તુ જે ક્યારેય ફ્રિજમાં ન મુકવી જોઈએ એ છે બટાકા. વધુ ઠંડા થઈ જવાથી બટાકાનો સ્ટાર્ચ શુગર બની જાય છે. આવામાં જ્યારે તેને બાફવામાં આવે કે તળવામાં આવે તો આ શુગર અમીનો એસિડ સાથે મળીને કેમિકલ બની જાય છે. જે કેંસરની બીમારી ઉભી કરી શકે છે. તેથી બટાકાને એક કાગળની બેગમાં કોઈ ઠંડા સ્થાન પર મુકો પણ ફ્રિજની અંદર ન મુકશો.
મઘને ફ્રિજમાં મુક્યુ તો તે ચિપચિપુ ક્રિસ્ટલ પદાર્થ બની જશે. તેથી તેને રૂમના તાપમાન પર જ મુકો. ન તો
તડકામાં મુકો કે ન તો ફ્રિજમાં.
મોટાભાગે લોકો ટામેટાને ફ્રિજમાં મુકે છે. જેથી તે તાજા રહે પણ અસલમાં આવુ કરવાથી ટામેટાનો ફ્લેવર જવા માંડે છે. ફ્રિજમાં મુકવાથી તે વધુ પાકી શકતા નથી જેને કારણે તેનો સ્વાદ ઓછો થઈ જાય છે.
ટામેટાની જેમ જ સફરજન પણ ફ્રિજમાં મુક્યા પછી પોતાનો સ્વાદ ગુમાવવા માંડે છે અને નરમ પડી જાય છે. જ્યારે તમને સફરજન ખાવાનુ હોય તેના બસ 30 મિનિટ પહેલા ફ્રિજમાં મુકો. બાકીના સમયે બહાર જ મુકો. તેનાથી ટેસ્ટ સારો આવશે.
ડુંગળીને સાચવી મુકવાની સૌથી રીત છે કાગળના બેગમાં કોઈ ઠંડી અને અંધારી જગ્યાએ મુકવી પણ ફ્રિજમાં ન મુકવી. જો આ ફ્રિજમાં મુકવામાં આવશે તો તે નરમ પડવા માંડશે અને તેની ગંધ અન્ય ખાવાની વસ્તુઓમાં પણ જતી રહે છે.
મોટાભાગના લોકો બ્રેડને ફ્રિજમાં મુકે છે પણ અસલમાં આવુ કરવાથી બ્રેડ વધુ જલ્દી સૂકાય જાય છે.
કેળાને ફ્રિજમાંથી બહાર જ મુકો. જો ખાતા પહેલા તે કાળા પડવા માંડે તો તેને ફ્રિજરમાં મુકી દો અને ત્યારબાદ
કેળાની બ્રેડ બનવવામાં ઉપયોગ કરી શકાય છે.
કેચઅપ સોસને લોકો ફ્રિજમાં મુકવો સારો સમજે છે પણ તેને બહાર મુકવો વધુ યોગ્ય છે. ભલે તે ખોલી લીધો હોય. તેમા પહેલાથી જ સિરકા અને પ્રિજર્વેરિટ્વ નાખેલા હોય છે તેથી તેને ફ્રિજની જરૂર નથી. આ જ રીતે જેમને પણ બહાર જ મુકો.
લસણને ફ્રિજમાં મુકશો તે અંકુરિત થવા માંડશે તેથી તેને બહાર જ મુકવા જોઈએ.