જો તમે ખાવાના શૌકીન છો અને ડુંગળી તમારા સ્વાદનો મુખ્ય ભાબ છે તો ડુંગળી કાપતા સમયે તમે પણ ઘણી વાર આંસૂ વહાવ્યા હશે. ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, કાપતા સમયે તેટલું જ રવડાવે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળી કાપવાથી પહેલા કેટલીક નાની -નાની ટીપ્સ કરી આ પરેશાનીથી બચી શકો છો.
1. ડુંગળીને ઠંડા કરીને કાપવું- ડુંગળીના છાલટાને ઉતારી લો. ત્યારબાદ તેને થોડીવાર માટે પાણીમાં ડુબાળી નાખી મૂકી દો. અડધ કલાક પછી ડુંગળી કાપો. આવું કરવાથી આંખોમાં બળતરા નહી થશે.
2. વિનેગરના ઉપયોગ કરી શકો છો- જો તમે ઈચ્છો તો ડુંગળીને છોલીને થૉડીવારવિનેગર અને પાણીના ઘોલમાં પણ ડુબાળી નાખી રાખી શકો છો. આવું કરવાથી પણ આંસૂ નહી આવશે.
3. ફ્રિજમાં રાખ્યા પછી કાપવું- ડુંગળીના છાલટા ઉતારી લો અને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આ ઉપાય વધારે નથી ચાલતું કારણકે આવું કરવાથી ફ્રિજથી દુર્ગંધ આવી જાય છે.
4. ડુંગળીના ઉપરી ભાગને કાપી નાખો- ડુગળી કાપવાનો બધાનો તરીકો જુદો હોય છે. પણ ડુંગળી કાપવાના યોગ્ય ઉપાય આ છે કે અમે ડુંગળીના સૌથી ઉપરી ભાગને પહેલા કાપી કાઢી લો. ઉપરી ભાગને કાપ્યા પછી ડુંગળી કાપવું સરળ થઈ જશે.