ચાંદીની જવેલરી હોય કે વાસણ પવનના સંપર્કમાં આવવાથી તેની ચમક ઓછી પડી જાય છે. કેટલીકવાર ચાંદીની ગુમાવેલી ચમકને ફરી લાવવા આપણે જવેલર્સ પાસે જઈએ છીએ. ઘરમાં ચાંદીની વસ્તુઓને કેવી રીતે સાફ કરી શકાય છે એ અમે રહ્યા છીએ
ટૂથપેસ્ટ- ચાંદીને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ચાંદી પર બ્રશની મદદથી ટૂથપેસ્ટ લગાવી અને તેને ગરમ પાણીમાં નાખી દો ઝાગ બનવા માટે રાહ જુઓ અને ત્યારબાદ તેને બહાર કાઢીને લૂંછી લો.
સિરકા- સિરકાથી પણ ચાંદીની વસ્તુઓ સાફ કરી શકાય છે. એક કપ સિરકામાં એક ચમચી મીઠૂં નાખીને મિક્સ કરી લો એના પછી આ લેપને ચાંદી ઉપર લગાવી 15 મિનિટ માટે મૂકી દો ત્યારબાદ પછી તેને ગરમ પાણીમાં ધોઈ મુલાયમ કપડાથી લૂંછી લો.
બેંકિગ સોડા- બેંકિગ સોડાને ગરમ પાણીમાં મિક્સ કરી આ પેસ્ટથી ચાંદીને સાફ કરો ચાંદીની વસ્તુઓ પરથી કાળાશ દૂર કરવા એક કપડા ઉપર બેંકિગ સોડા છાંટી તેને ચાંદીની વસ્તુઓ પર રગડો ત્યારબાદ પછી તેને ધોઈ સુકાવી લો. કાળાશ દૂર થઇ જશે .
ફાઈલ પેપર- એક પેનમાં ફાઈલ પેપરનો બેસ બનાવી ત્યારબાદ તેમાં 2-3 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું મિક્સ કરી ઉકળવા દો જે વસ્તુ સાફ કરવી હોય તેને પાણીમાં નાખી 2-3 મિનિટ ઉકાળો તેના પછી તેને પાણી માં થી બહાર કાઢી મુલાયમ કપડાથી લૂંછી લો.
ઇંડા- એક ઇંડાને ઉકાળી તેના પીળા ભાગને અલગ કરી તે પીળાભાગને એક પ્લાસ્ટિકના કંટેનરમાં નાખી તેના ઉપર એક વાયર રેક કે જાળી મૂકી આ જાળી ઉપર ચાંદી ની જવેલરી મૂકો. આ વાતની કાળજી રાખો કે જવેલરીનો કોઈ પણ ભાગ ઇંડાને લાગે નહી. નહિતર જવેલરી ઓક્સીડાઈસડ થઇ જશે.
આ કંટેનર ને 2-3 દિવસ માટે સીલ કરી દો. ત્યારબાદ ચાંદીને કાઢીને ધોઈ લો તમારી જવેલરી ચમકવા લાગશે.