Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ પેટ્રોલ ભરાવતી વખતે તમે આ 10 વાતોનું ધ્યાન રાખો છો ?

શુ પેટ્રોલ ભરાવતી વખતે તમે આ 10 વાતોનું ધ્યાન રાખો છો ?
, મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (02:52 IST)
મીટર રીડીંગ - ઘણીવાર પેટ્રોલ ભરાવવા ગયા અને મીટર ન જોયું તો બની શકે કે મીટરમાં પહેલાંથી કોઈ ફીગર રન કરી રહી  હોય અને તમને આ ફીગરના આગળથી પેટોલ મળે. એટલે કે મીટરમાં પહેલાંથી 50 રૂપિયાની ફીગર છે તો તમારું  50 રૂપિયાનું નુકશાન થશે. તેથી પેટ્રોલ ભરાવતા પહેલાં તે ફીગરને ઝીરો કરવાનું કહો. 
 
ઝીરો જુઓ  -  બની શકે છે કે પેટ્રોલ પમ્પકર્મચારી ઝીરો તો દર્શાવે પણ મીટરમાં પેટ્રોલનો મૂલ્ય સેટ ના કરે. . આજકાલ બધા પેટ્રોલ પર ડીઝીટલ મીટર હોય છે. એમાં તમને માંગેલ પેટ્રોલ ફીગર અને મૂલ્ય પહેલાથી જ ભર્યું હોય છે. એમાં પેટ્રોલ પમ્પકર્મચારીની  મનમાની અને ચીટીંગ કરવાની શકયતા ઓછી હોય છે. 
 
રીડિંગ થાય સ્ટાર્ટ - પેટ્રોલ પમ્પ મશીનમાં ઝીરો ફીગર તો તમે જોઈ હશે પણ રીડિંગ સ્ટાર્ટ થી 10,15 ,20 થી મીટર રીડિંગ ઓછામાં ઓછા 3થી વધારે જમ્પ જાય તો તમારું નુક્શાન થશે. 
 
મીટર ચાલે તેજ - જો પેટ્રોલ આર્ડર કર્યું અને મીટર સૌથી ઝડપી ચાલે તો સમજો થોડી મુશ્કેલી છે. પેટ્રોલપમ્પ કર્મચારીને  મીટરની સ્પીડ નાર્મલ કરવા કહો. હોઈ શકે છે  ઝડપી મીટર તમારુ ખિસ્સુ કાપી રહ્યુ હોય.  
 
ક્યારે ભરાવી રહ્યા છો પેટ્રોલ - તમે પેટ્રોલ ક્યારે ભરાવી રહ્યા છો ,  આ પણ મહત્વપૂર્ણ છે જો તમે બપોરે પેટ્રોલ ભરાવી રહ્યા છો તો તમારા લાભ ઓછો થશે. સવારે અને રાતે પેટ્રોલ ભરાવવામાં તમે પૈસામાં વધારે લાભ લઈ શકો છો. પેટ્રોલ પમ્પ પર પેટ્રોલને સ્ટોર કરવા માટે થોડી દૂર  ટાંકી બનાવાય છે. આ જમીનથી 4 થી 6 મીટર નીચે હોય છે આ સ્ટોર પેટ્રોલને ગરમ થવા ગરમી બપોરે જ મળે છે. તો તમને તેટલા પૈસામાં પાઈંટ ટૂ પાઈંટ પેટ્રોલ મળે છે.  અને માઈલેજ વધારે રહે છે. 
 
ડિજીટલ મીટરવાળા પમ્પ - દેશમાં જૂના પેટ્રોલ પમ્પ મશીન હટાવાય રહ્યા છે અને ડીજીટલ મીટરવાળા પમ્પ ઈંસ્ટોલ થઈ રહ્યા છે.  તમે પણ ધ્યાન રાખો.  , હમેશા ડીજીટલ મીટરવાળા પેટ્રોલ પમ્પ પરથી જ પેટ્રોલ ભરાવો. 
 
સુનશાન પેટ્રોલ પમ્પ પર ન જવું- હમેશા પેટ્રોલ તે જ પેટ્રોલ પમ્પ પરથી ભરાવવુ જ્યાં લોકો હોય્ જો તમે ખાલી પેટ્રોલ પમ્પ પરથી પેટ્રોલ ભરાવશો તો  તમને ઓછુ  પેટ્રોલ મળશે. નિર્જન સ્થળ પર પાઈપમાં હવા ભરાઈ જાય અને તમને થોડા પાઈંટનો નુકશાન થઈ શકે છે. 
 
રિઝર્વ થતા પહેલાં ભરાવો પેટ્રોલ - બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવવાથી નુકશાન થાય છે. એનું કારણ છે કે જેટલું ખાલી તમારું ટેંક હશે તેટલી જ હવા ટેંકમાં રહેશે. આથી હમેશા અડધા ટાંકી ભરેલી રાખો. 
 
અટકી- અટકીને ચાલે મીટર - ઘણીવાર જોયું  હશે કે મીટર  અટકી-અટકીને ચાલે છે. આવા પેટ્રોલ પમ્પ ખરાબ હોય છે વારવાર અટકવાથી ઘણા પાઈંટસનું નુકશાન થાય છે. 
 
સ્ટાઈલ મૂકો- લોકો જ્યારે પેટ્રોલ ભરાવે છે તો ગાડીથી નીચે જ નથી ઉતરતા , એનો  લાભ ઉઠાવે છે પેટ્રોલ પમ્પકર્મચારી.. પેટ્રોલ ભરાવતા સમયે કારમાંથી ઉતરો અને મીટર પાસે ઉભા રહો અને સેલ્સકર્મચારીની બધી ગતિવિધિ જુઓ . તેથી તમે ચીંટીંગથી બચી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati