જાડાપણુ કોઈને પણ ગમતુ નથી. પણ આજકાલ દરેક બીજો વ્યક્તિ આનો શિકાર છે. તે તેનાથી મુક્તિ મેળવવા માટે બધા જ ઉપાયો કરવાનો પ્રયત્ન કરે છે. પણ કશો ફાયદો થતો નથી. આજે અમે તમને મધ દ્વારા તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય બતાવીશુ. તમે એ જાણીને હેરાન થશો કે કેવી રીતે મધ વજન ઓછુ કરવામાં સહાયક સાબિત થાય છે. મધમાં રહેલ વિટામિન એ, બી, સી અને કેલ્શિયમ, સોડિયમ વગેરે તત્વ શરીરના અનેક રોગો સામે લડવાની શક્તિ રાખે છે. જેનાથી શરીરમાં શક્તિ, સ્ફૂર્તિ અને તાજગી આવે છે અને શરીર સ્વસ્થ થઈ જાય છે.
જો તમે આ વસ્તુઓને મધ સાથે મિક્સ કરી લો તો ચોક્કસ જ તમે તમારા વજન પર નિયંત્રણ કરી લેશો.
1. લસણની બે કળીયો વાટીને તેમા 1 ચમચી મધ મિક્સ કરીને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી પેટની ચરબી ઓછી થઈ જાય છે.
2. જો છાશમાં 1 ચમચી મધ મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી શરીરની પાચન ક્રિયા ઠીક રહેશે અને જેનાથી શરીર સાચી કેલોરી ખર્ચ કરશે અને વજન ઓછુ થશે.
3. એક ગ્લાસ દૂધીના રસમાં 1 ચમચી મધ નાખીને પીવાથી પેટના વધેલા ફેટ ઓછા થઈ જાય છે.
4. એક ગ્લાસ પાણીમાં એક ટુકડો તજને ઉકાળીને પછી તેમા એક ચમચી મધ મિક્સ કરીને કુણુ રહેતા 3 મહિના સુધી સતત પીવો. તેનાથી તમે ખુદને 3 મહિનામાં એકદમ કામણગારી કાયામાં જોશો.
5. એક લીંબૂને એક ગ્લાસ કુણા પાણીમાં નિચોડી અને તેમા 1 ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરીરની વધેલી અને લટકતી ચરબી ખતમ થઈ જાય છે.
6. જો જાડાપણુ વધુ હોય તો એક ગ્લાસ દૂધમાં રોજ એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી જલ્દી જ તેનાથી મુક્તિ મળે છે. તેનાથી શરીરનુ મેટાબોલિજ્મ સ્તર ઠીક થઈ જાય છે.