Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

ઘરેલુ ઉપાયો - ભીના મોજા પહેરીની સૂવાથી થાય છે ગજબના ફાયદા

ઘરેલુ ઉપાયો - ભીના મોજા પહેરીની સૂવાથી થાય છે ગજબના ફાયદા
, શનિવાર, 30 જાન્યુઆરી 2016 (17:57 IST)
ઘરેલુ ઉપાયોથી કોઈ બીમારીનો ઈલાજ કરવાનો એક ફાયદો એ હોય છે કે આપણને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ્સનો સામનો કરવો પડતો નથી. આવા જ ઘરેલુ ઉપાયોમાંથી એક છે ભીના મોજા પહેરીને સૂઈ જવુ. તમને આ ઉપાય સાંભળવામાં થોડો વિચિત્ર લાગશે પણ જ્યારે તમે તેનાથી થનારા ફાયદા વિશે જાણશો તો તમે પણ નવાઈ પામશો. 
 
તો આવો જાણીએ રાત્રે ભીના મોજા પહેરીને સૂવાથી શુ શુ ફાયદા થાય છે. 

તાવમાં લાભકારી - જો તમે તાવ આવવાથી પરેશાન છો અને બધી સારવાર કર્યા પછી પણ આરામ નથી મળી રહ્યો તો તમે ભીના મોજાવાળો નુસ્ખો અજમાવી શકો છો. આ માટે તમે એક વાસણમાં 2 ગ્લાસ પાણી લઈને તેમા સોડા મિલાવવો પડશે. હવે તેમા એક જોડી મોજાને પલાળીને પાણી નિતારી લો.  હવે આ મોજાને પહેરીને સૂઈ જાવ. થોડી જ વારમાં તમારા શરીરનુ તાપમાન ઓછુ થવા માંડશે. 
 
કફમાંથી અપાવે છુટકારો - જો તમારા છાતી અને ગળામાં થનારા કફથી પરેશાન છો તો આ નુસ્ખો અજમાવી શકો છો. એક વાસણમાં 2 કપ દૂધ, એક ચમચી મધ અને 2 મોટી ડુંગળી કાપીને મિક્સ કરી દો. તેને 15 મિનિટ આમ જ રહેવા દો. હવે તેમા એક જોડી મોજા પલાળીને વધારાનું પાણી કાઢી નાખો. આ મોજાને પહેરીને આખી રાત સૂઈ જાવ. ડુંગળી અને દૂધના એંટીબૈક્ટેરિયલ અને એંટી ઈફ્લેમેંટરી ગુણ કફને હળવો કરીને બહાર કાઢી નાખશે. 
 
પાચનની સમસ્યા - તમારી પાચનનઈ સમસ્યાનો સમાનો કરવા માટે આ રીત અપનાવો. એક વાસણમાં પાણી, કાળુ જીરુ અને વરિયાળી મિક્સ કરીને 15 મિનિટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણમાં મોજાને પલાળીને નિતારી લો અને પહેરીને સૂઈ જાવ. આવુ કરવાથી તમારી પાચનની સમસ્યા એક કલાકમાં જ દૂર થઈ જશે. 
 
કબજીયાતથી છુટકારો - જો તમને અવારનવાર કબજીયાતની સમસ્યા પરેશાન કરે છે તો આ નુસ્ખો અજમાવો. અડધી ચમચી વાટેલુ માખણ, અડધુ સફરજન, એક ચમચી મધ અને એક ચમચી અળસીને એક પાણીથી ભરેલા વાસણમાં મિક્સ કરી લો. હવે મોજાને આ મિશ્રણમાં મિક્સ કરીને પાણી નીતારી લો.  આ મોજાને આખી રાત પહેરીને સૂવાથી સવારે તમારુ પેટ સાફ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati