Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 4 ઘરેલુ ઉપાય દ્વારા તમે કિડની સાફ કરી શકો છો

આ 4 ઘરેલુ ઉપાય દ્વારા તમે કિડની સાફ કરી શકો છો
, ગુરુવાર, 20 જૂન 2019 (17:08 IST)
જે રીતે આપણે આપણા ઘરમાં પાણીના ફિલ્ટરની સફાઈ બરાબર કરીએ છીએ. એજ રીતે આપણા શરીરના ફિલ્ટર એટલેકે કિડનીની સફાઈ પણ બરાબર કરતા રહેવુ જોઈએ. જેનાથી આપણા શરીરની ગંદકી સહેલાઈથી બહાર જતી રહે. 
 
કિડની આપણા શરીરનો એક મહત્વનો ભાગ છે. આપણા બ્લડને ફિલ્ટર કરી ગંદકી સાફ કરી દે છે. તેથી આપણી કિડનીને સ્વચ્છ રાખવી ખૂબ જરૂરી છે. જેથી આપણુ સ્વાસ્થ્ય સારુ બની રહે.   
 
ચાલો જાણીએ કિડનીને સાફ કરવાના ઘરેલુ ઉપાય 
 
1. લીલા ધાણા - એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે બધી ગંદકી બહાર આવવા માંડે છે. 
 
2. તાજો લીમડો, ગિલોયનો રસ ઘઉના જ્વારનો રસ આ ત્રણેય 50 50 ગ્રામ મિક્સ કરીને સવાર સાંજ ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન લેશો. સતત સેવન કરવાથી કિડની ઠીક થઈ જાય છે. 
 
 
3. ગોછુર લીમડાની છાલ પીપળની છાલ 
 
25-25 ગ્રામ ત્રણેયને મિક્સ કરીને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી 100 મિલીમીટર બચી જાય ત્યારે ગાળીને મુકી દો અને સવાર સાંજ ખાલી પેટ 50-50 ML સતત સેવન કરવાથી કિડની ઠીક રીતે કામ કરવા માંડે છે. 
 
4. આદુની ચા - કિડનીને સ્વચ્છ અક્રવા માટે આદુની ચા ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.  એક મોટી ચમચી ઓર્ગેનિક મઘ લો. એક નાનકડી ચમચી દળેલી હળદર, નાની ચમચી વાટેલો આદુ, એક કપ પાણી, અડધો કપ નારિયળનુ દૂધ, પાણીને ગરમ કરીને આદુ અને હળદરને 10 મિનિટ ઉકાળી લો અને 1 કપમાં દૂધ અને મધ મિક્સ કરીને ચા ને નાખો. ચા ને રોજ ખાલી પેટ પીવી ખૂબ લાભદાયક હોય છે. 
 
આ છે કિડનીને સાફ કરવાના ઘરેલુ ઉપાય - આ એવા ઘરેલુ ઉપાય છે જેને બનાવવા અને ઉપયોગ કરવા ખૂબ સહેલા છે. પણ તેના ફાયદા ખૂબ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Swimming- સ્વીમિંગના આ 5 ફાયદા, જાણો છો તમે?